તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Friday, 3rd April 2026
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જાહેર :ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણની પસંદગી
ભૃગુરાજ ચૌહાણ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે ભૃગુરાજ ચૌહાણના નામ પર મહોર મારી છે
ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે શ્રી ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણની પસંદગી કરાઈ છે
ભૃગુરાજ ચૌહાણ ઉમરેઠ વિસ્તારમાં જાણીતા સામાજિક અગ્રણી તરીકે ઓળખાય છે. તેઓ વ્યવસાયે નિવૃત્ત શિક્ષક છે અને લાંબા સમયથી સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે. તેમના અનુભવ અને વિસ્તાર પરની મજબૂત પકડને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હોવાનું માનવામાં આવે છે.
, ભૃગુરાજ ચૌહાણ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત, તેઓ આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.

(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
