<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

૨૦૨૬-૨૭થી સીબીએસઈની શાળાઓમાં ધો.૬માં ત્રણ ભાષા

નેશનલ કરિક્‍યુલમ ફ્રેમવર્કની ભલામણોનો અમલ : ધો.૯થી વિજ્ઞાન અને ગણિતમાં એડવાન્‍સ અને સ્‍ટાન્‍ડર્ડ એમ બે પ્રકારનાં અભ્‍યાસક્રમો અમલમાં મૂકાશે

નવી દિલ્‍હી,તા.૦૪: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન (સીબીએસઈ)એ પોતાનો નવો અભ્‍યાસક્રમ જારી કર્યો છે. જે હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી ધોરણ ૬થી ત્રણ ભાષાની ફોર્મ્‍યુલા તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ ૯થી વિજ્ઞાન અને, ગણિતની બે સ્‍તરીય પ્રણાલી શરૂ કરવામાં આવશે. ન્‍યૂ એજયુકેશન પોલિસી (એનઇપી) હેઠળ અનિવાર્ય ત્રણ ભાષા ફોર્મ્‍યુલા ૨૦૨૬થી ધોરણ ૬માં અમલમાં મૂકવામાં આવશે.

જ્‍યારે ધોરણ ૯ માટે ગણિત અને વિજ્ઞાનમાં એડવાન્‍સ અને સ્‍ટાન્‍ડર્ડ એમ બે પ્રકારનાં અભ્‍યાસક્રમો અમલમાં મૂકવામાં આવશે.

બોર્ડનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે નવા નેશનલ કરિક્‍યુલમ ફ્રેમવર્ક (એનસીએફ)ની ભલામણોને આધારે ભાષાઓને વિભિન્ન તબક્કાઓ આર-૧, આર-૨ અને આર-૩ એમ ત્રણ ભાષાનાં માળખાનાં માધ્‍યમથી વ્‍યવસ્‍થિત કરવામાં આવશે.

એનસીએફની ભલામણ અનુસાર આ ત્રણ ભાષાઓમાંથી બે ભાષાઓ ભરતની મૂળ ભાષાઓ હોવી જોઈએ. બહુભાષી શિક્ષણને તબક્કાવાર રીતે અમલમાં મૂકવાની બોર્ડની પ્રક્રિયાને આગળ વધારતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી ધો. ૬ માટે ત્રીજી ભાષા ફરજિયાત બનાવી દેવામાં આવી છે.

પ્રત્‍યેક વિદ્યાર્થી ઓછામાં ઓછી બે જેથી એ સુનિヘતિ કરી શકાય છે કે ભારતીય ભાષાઓ ભણે. ગણિત અને વિજ્ઞાનમાં સ્‍ટાન્‍ડર્ડ પેપર ફરજિયાત રહેશે જ્‍યારે એડવાન્‍સ્‍ડ પેપર વૈકલ્‍પિક રહેશે. એડવાન્‍સ્‍ડ પેપરના ગુણ કુલ ગુણમાં ગણાશે નહીં, જો કે એડવાન્‍સ્‍ડ પેપરમાં ૫૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની માર્કશીટમાં અલગથી એડવાન્‍સ્‍ડ લેવલ ક્‍વોલિફિકેશન દર્શાવાશે

(10:16 AM IST)