News of Saturday, 4th April 2026
ઈરાને અમેરિકાની શાંતિ વાટાઘાટોની શરતો ફગાવી: યુદ્ધનો અંત હાલ અનિશ્ચિત
ઈરાને પોતાની પાંચ શરતો મૂકી: કહ્યું- જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે

અમેરિકા દ્વારા યુદ્ધ રોકવા અને પ્રતિબંધો હળવા કરવા માટે આપવામાં આવેલા પ્રસ્તાવને ઈરાને નકારી કાઢ્યો છે અને પોતાની આકરી શરતો સામે મૂકી છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે હાલમાં અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની શાંતિ વાટાઘાટો કરવાના પક્ષમાં નથી. અમેરિકાએ પાકિસ્તાન મારફતે એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં યુદ્ધવિરામ અને આર્થિક પ્રતિબંધોમાં રાહત આપવાની ઓફર હતી. પરંતુ તેના બદલામાં ઈરાનને પોતાનો પરમાણુ કાર્યક્રમ અટકાવવા અને હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રાખવા જણાવાયું હતું. ઈરાને આ પ્રસ્તાવને અવાસ્તવિક અને વધારે પડતો ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ઈરાને વાટાઘાટો માટે વળતી ૫ શરતો મૂકી છે, જેમાં હુમલાઓ અને હત્યાઓનો સંપૂર્ણ અંત, ભવિષ્યમાં આવા હુમલા ન થવાની ગેરંટી, યુદ્ધના નુકસાનની ભરપાઈ અને હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાનના અધિકારનો સ્વીકાર સામેલ છે. ઈરાનના ઉચ્ચ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી આ શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ મંત્રણા થશે નહીં અને તેમનો સામનો ચાલુ રહેશે. આ આકરા વલણને કારણે સંઘર્ષનો અંત ક્યારે આવશે તે અત્યંત અનિશ્ચિત બની ગયું છે. *
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
