<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

TET ની પરીક્ષા પાસ કરો,નહીંતર નોકરીમાંથી હટાવવામાં આવશે તેવા આદેશ સામે 20 લાખ સરકારી શિક્ષકોની નોકરીઓ પર ખતરો : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

ઘણાં વર્ષો સુધી અભ્યાસ બાદ હવે કહેવામાં આવે છેકે તમે પરીક્ષા આપો. આ એવું છે કે જેવું કે કોઈ જૂના ડૉક્ટરને કહેવામાં આવે કે હવે તમે NEET પરીક્ષા પાસ કરો. આવું ક્યાંય દુનિયામાં થાય છે ? શિક્ષકોએ સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી તા.૪ : દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચેલા શિક્ષિકા અનીતાદેવીને જ્યારે મીડિયા દ્વારા દેખાવો સંદર્ભે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે મારી વય 58 વર્ષની છે. મારા બાળકોને પણ બાળકો થઈ ગયા, હવે મને કહેવામાં આવે છે કે તમે TET ની પરીક્ષા પાસ કરો. નહીંતર નોકરીમાંથી હટાવવામાં આવશે. તમે કહો કે આ ઠીક છે? તેમની બાજૂમાં ઉભેલા નીલમની વય 50 વર્ષની છે. કોઈની વય 55 વર્ષ છે. વર્ષોથી સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર તેમના પર TET પરીક્ષા આપવાનું દબાણ છે. આનો વિરોધ કરવા માટે શનિવારે રામલીલા મેદાનમાં હજારો સરકારી શિક્ષકોપહોંચ્યા છે. 58 વર્ષીય શિક્ષિકા અનિતા દેવી જેવા ભારતના 20 લાખથી વધુ સરકારી શિક્ષકોની નોકરી પર સંકટ ઝળુંબી રહ્યું છે.

 

શું છે સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટે TET અનિવાર્ય કરી છે. આખા ભારતમાં 20 લાખ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 2 લાખ આવા શિક્ષકો છે જેઓ 2011 પહેલા ભરતી થયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે TET પાસ કરો નહીંતર બે વર્ષની અંદર નોકરી પર ખતરો છે. આ વાતનો વિરોધ કરવા માટે શનિવારે દેશભરના શિક્ષક Teachers Federation Of India ના બેનર હેઠળ રામલીલા મેદાનમાં વિરોધ કરવા માટે એકઠા થયા. શિક્ષકોનું કહેવું છે કે ખેલની વચ્ચે નિયમ બદલવામાં આવ્યા છે, આ ઠીક નથી.

TET ની પરીક્ષાથી શા માટે શિક્ષકો ગભરાય છે?

બાળકોની પરીક્ષા લેનારા શિક્ષકો ખુદની પરીક્ષાથી ગભરાય રહ્યા છે. Teachers Fedration Of India ના રાષ્ટ્રીય સચિવ સંજીવ શર્માએ કહ્યુ છે કે ઘણાં વર્ષો સુધી અભ્યાસ બાદ હવે કહેવામાં આવે છેકે તમે પરીક્ષા આપો. આ એવું છે કે જેવું કે કોઈ જૂના ડૉક્ટરને કહેવામાં આવે કે હવે તમે NEET પરીક્ષા પાસ કરો. આવું ક્યાંય દુનિયામાં થયા છે? તેઓ કહે છે કે સરકારે NEET પરીક્ષાના સ્થાને જૂના શિક્ષકોને નવી પદ્ધતિની તાલીમ આપવી જોઈએ.

આ રેલીમાં આવેલા સાંસદ જગદમ્બિકા પાલે કહ્યુ છે કે શિક્ષણ મંત્રીને મળીને આ આખી સમસ્યાથી તેમને અવગત કરાવાયા છે. વડાપ્રધાન સમક્ષ પણ માગણી કરીને ઉકેલ શોધવામાં આવશે.

સંકટ ક્યારે શરૂ થયું?

પહેલી સપ્ટેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે દેશના વિભિન્ન રાજ્યો અને ભારત સરકારને આધિન વિદ્યાલયોમાં શિક્ષણનો અધિકાર લાગુ થતા પહેલા નિયુક્ત શિક્ષકોએ આગામી બે વર્ષમાં TET પાસ કરવી ફરજિયાત છે.

Teachers Federation Of India ના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશ ચંદ્ર શર્મા કહે છે કે આ મામલા પર સુપ્રીમ કોર્ટે શિક્ષકોને સાંભળ્યા જ નથી. હવે સુપ્રીમ કોર્ટની આ ગાઈડલાઈનને કારણે દેશના 20 લાખ શિક્ષકોના ભવિષ્ય અંધકારમય થઈ ગયા છે. તેમની માગણી છે કે 2010થી પહેલા જે શિક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમને TET થી મુક્ત કરવામાં આવે. સરકાર વટહુકમ લાવે.

(3:14 PM IST)