<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

બંગાળ ચૂંટણી 2026: ભાજપે જાહેર કર્યા સ્ટાર પ્રચારકો: પીએમ મોદી અને મિથુન ચક્રવર્તી સંભાળશે મોરચો

યોગી આદિત્યનાથ, હેમા માલિની અને કંગના રનૌત સહિતના દિગ્ગજો બંગાળના રણમેદાનમાં ગજવશે સભાઓ

કોલકાતા:  પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા અને રાજનાથ સિંહ જેવા ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને આસામના સીએમ હિમંત બિસ્વા શર્મા પણ બંગાળમાં પ્રચારની કમાન સંભાળશે. રાજ્ય સ્તરે સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

પાર્ટીએ ગ્લેમર અને સ્પોર્ટ્સ જગતના જાણીતા ચહેરાઓને પણ મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મિથુન ચક્રવર્તી, હેમા માલિની, કંગના રનૌત, મનોજ તિવારી અને ટેનિસ સ્ટાર લિએન્ડર પેસનો સમાવેશ થાય છે. સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને અશ્વિની વૈષ્ણવ જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ આક્રમક પ્રચાર કરશે. આ યાદી સૂચવે છે કે ભાજપ આ વખતે બંગાળમાં કોઈ કસર બાકી રાખવા માંગતું નથી.

(9:51 PM IST)