<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ભાજપ સ્‍થાપના દિવસઃ પીએમ મોદીએ રાષ્‍ટ્ર પ્રથમ અને સેવાકીય રાજનીતિનો મંત્ર આપ્‍યો

સત્તા નહીં પણ સેવાને પરમો ધર્મ ગણીને RSSના સંસ્‍કારોના વટવળક્ષ નીચે ભાજપની અવિરત સફર કાર્યકરોની મહેનતને બિરદાવી અને રામ મંદિરથી લઈ UCC જેવા ભવિષ્‍યના લક્ષ્યાંકો સાથે નવીનતાનો સંચાર કર્યો

નવી દિલ્‍હી, તા.૬: ભાજપના સ્‍થાપના દિવસે પીએમ મોદીએ વીડિયો સંદેશ દ્વારા પક્ષને માતા સમાન ગણાવી કાર્યકરોમાં જોમ ભર્યું હતું. તેમણે જણાવ્‍યું કે RSSના સંસ્‍કારો અને કાર્યકરોની તપસ્‍યાથી જ આજે ભાજપ વિશ્વનો સૌથી મોટો પક્ષ બન્‍યો છે. વર્તમાન ચૂંટણી માહોલમાં તેમણે નવા અધ્‍યક્ષ નીતિન નવીનની પ્રશંસા કરી પક્ષમાં આવેલી નવી ઉર્જાનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ ૧૯૮૪ના રાજકીય દગાનો ઉલ્લેખ કરી સત્તાલક્ષી વિરુદ્ધ સેવાલક્ષી રાજનીતિનો તફાવત સ્‍પષ્ટ કર્યો. તેમણે જણાવ્‍યું કે ભાજપે ભારતીય રાજકારણમાં રાષ્‍ટ્ર પ્રથમનો નવો સિદ્ધાંત સ્‍થાપિત કર્યો છે. પક્ષના પાયામાં રહેલી પ્રામાણિકતા અને સેવાભાવને કારણે જ આજે દેશના નાગરિકોનો ભાજપ પર અતુટ વિશ્વાસ વધ્‍યો છે.

સરકારની સિદ્ધિઓ ગણાવતા પીએમએ રામ મંદિર, ટ્રિપલ તલાકની નાબૂદી અને CAA જેવા ઐતિહાસિક નિર્ણયોને યાદ કર્યા હતા. તેમણે આગામી સમયમાં સમાન નાગરિક સંહિતા અને એક રાષ્‍ટ્ર, એક ચૂંટણી જેવા વિષયો પર ગંભીરતાથી કામ કરવાનો સંકેત આપતા સ્‍પષ્ટ કર્યું કે ભાજપ દરેક પડકારનો સામનો કરવા મક્કમ છે.

(4:15 PM IST)