<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી :મોટી સહકારી બેંક શિરપુર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરાયું

થાપણદારોને ઇન્શ્યોરન્સના પૈસા ચૂકવવામાં આવશે: બેંક પાસે પૂરતી મૂડી અને નફાની સંભાવનાઓનો અભાવ

નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેંકે એક મોટી સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે, જેનું નામ છે શિરપુર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક, આરબીઆઈના આ પગલાનું કારણ બેંકમાં અપૂરતી મૂડી અને નફાકારકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેંક 6 એપ્રિલ, 2026 ના રોજ કામકાજ બંધ થયા પછી બધી સેવાઓ બંધ કરશે. આ સાથે સહકારી કમિશનર, સહકારી સોસાયટીના રજિસ્ટ્રારને વિન્ડિંગ-અપ ઓર્ડર જારી કરવા, અને લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે. લિક્વિડેશન પછી, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી તેમની થાપણો પર રૂ. 5 લાખ સુધીની થાપણ વીમા રકમ મેળવવા માટે હકદાર રહેશે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, સહકારી બેંકના ડેટા અનુસાર, લગભગ 99.7 ટકા થાપણદારો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. DICGC એ 31 જાન્યુઆરી, 2026 સુધીમાં, સંબંધિત થાપણદારોની સંમતિના આધારે, કુલ વીમાકૃત થાપણોમાંથી રૂ. 48.95 કરોડ ચૂકવી દીધા છે.

લાઇસન્સ રદ કરવા અંગેની વિગતો આપતા, RBI એ જણાવ્યું હતું કે, બેંક પાસે પૂરતી મૂડી અને નફાની સંભાવનાઓનો અભાવ છે અને, તેની વર્તમાન નાણાકીય સ્થિતિને કારણે, તે તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરી શકશે નહીં.

કેન્દ્રીય બેંકે વધુમાં જણાવ્યું હતું કે, બેંકનું સંચાલન તેના થાપણદારોના હિત માટે હાનિકારક રહેશે. લાઇસન્સ રદ કરવાના પરિણામે, શિરપુર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકને તાત્કાલિક અસરથી થાપણો સ્વીકારવા અને ચૂકવવા સહિત બેંકિંગ વ્યવસાય કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ પર વિચાર કરવા માટે સોમવારે તેની ત્રણ દિવસીય બેઠક શરૂ કરી હતી. આ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય સમીક્ષા બેઠક છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે પશ્ચિમ એશિયાના સંકટને કારણે ફુગાવામાં વધારો થવાની આશંકા વચ્ચે નીતિ દર યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે

(12:20 AM IST)