News of Tuesday, 7th April 2026
નેપાળની સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની મુક્તિનો આદેશ

નેપાળની સર્વોચ્ચ અદાલતે સરકારને આદેશ આપ્યો છે કે કસ્ટડીમાં રખાયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને ૯ એપ્રિલ સુધીમાં મુક્ત કરવામાં આવે.
સપ્ટેમ્બર ૨૦૨૫ માં નેપાળમાં થયેલા જનરેશન-ઝેડ વિરોધ પ્રદર્શનો દરમિયાન નોંધાયેલા મૃત્યુના સંબંધમાં ગત મહિને કે.પી. શર્મા ઓલી અને રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી હતી. બંને નેતાઓની પત્નીઓ દ્વારા હેબિયસ કોર્પસની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિનોદ શર્મા અને સુનીલ કુમાર પોખરેલની સંયુક્ત ખંડપીઠે આ અરજીઓ ફગાવી દીધી હોવા છતાં, કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ૫ દિવસની રિમાન્ડની સમયમર્યાદા પૂર્ણ થવા પર એટલે કે ૯ એપ્રિલના રોજ બંને નેતાઓને કસ્ટડીમાંથી મુક્ત કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. હાલમાં ઓલી ખરાબ સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
