News of Tuesday, 7th April 2026
ભારે કરી ! પેટ્રોલની જગ્યા પાણી ભરી દીધું: ૨૦ ગાડીઓની પથારી ફેરવી
ગ્રેટર નોઈડામાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલની જગ્યાએ પાણી મળવાનો ગંભીર મામલો સામે આવતા પ્રશાસને તરત કાર્યવાહી કરીઃ પેટ્રોલ પંપને સીલ કરી દીધો

નવી દિલ્હી તા.૭: ગ્રેટર નોઈડામાં પેટ્રોલ પંપમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરવાના કિસ્સામાં પોલીસે મોટી એક્શન લીધી છે. લોકો દ્વારા જે પેટ્રોલ પંપ વિશે વાત કરી રહ્યા હતા, તંત્રએ હવે આ પેટ્રોલ પંપ બંધ કરી દીધો છે. આ ઘટનાએ ન ફક્ત વાહનચાલકોને હેરાન કર્યા પણ પેટ્રોલ પંપની કાર્ય પદ્ધતિ પર પણ સવાલો ઊભા કરી દીધા હતા. સેક્ટર ૫૧ સ્થિત એક પેટ્રોલ પંપ પર પેટ્રોલની જગ્યાએ પાણી મળવાની ફરિયાદ બાદ હડકંપ મચી ગયો હતો. કહેવાય છે કે શનિવારે કેટલાય લોકો આ પેટ્રોલ પંપ પરથી ગાડીઓમાં પેટ્રોલ ભરાવીને ગયા હતા.
પેટ્રોલ ભરાવ્યા બાદ વાહનચાલકો જ્યારે પોતાની ગાડી સ્ટાર્ટ કરી તો શરૂઆતમાં બધું સામાન્ય લાગ્યું પણ થોડે દૂર ગયા બાદ અચાનક બંધ થઈ ગઈ. આ દરમ્યાન લગભગ ૨૦ વાહનોમાં ખરાબી આવી હતી. એક પછી એક વાહન ધીમે ધીમે પાછા એ પેટ્રોલ પંપ પર આવવા લાગ્યા. લોકોને જાણકારી મળી કે તેમના વાહનોમાં મિલાવટી પેટ્રોલ ભરી દીધું છે. તો હોબાળો મચાવી દીધો. ત્યારબાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી.
વાહનમાલિકોએ પોતાની ગાડીની તપાસ કરી તો ચોંકાવનારા ખુલાસા થયા. ગાડીઓની ટેન્કમાં પેટ્રોલની જગ્યાએ પાણી મળ્યું. જેના કારણે એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું. વળી, આ મામલાને ગંભીરતાથી જોતા તંત્રના અધિકારી પણ આવ્યા. તંત્રની ટીમે ઘટનાસ્થળ પરથી પેટ્રોલના સેમ્પલ લીધા અને તેને તપાસ માટે મોકલી આપ્યા. રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે પેટ્રોલમાં પાણી મિક્સ કરેલું હતું. બાદમાં જિલ્લા તંત્રે પેટ્રોલ પંપ પર કાર્યવાહી કરી.
જિલ્લાના અધિકારી સ્મૃતિ ગૌતમે જણાવ્યું કે સંબંધિત પેટ્રોલ પંપને તપાસ પૂરી થાય ત્યાં સુધી બંધ કરી દીધો છે. તેમણે કહ્યું કે, આ એક ગંભીર બેદરકારી છે. તપાસમાં આવ્યું છે કે અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. પણ પેટ્રોલ પંપ મેનેજમેન્ટ તરફથી તેને ઠીક ન કરી, જે એક ગંભીર લાપરવાહી માનવામાં આવી. હાલમાં આ પેટ્રોલ પંપ બંધ કરી દીધો છે અને ફટાફટ પાઈપલાઈનને ઠીક કરવાના નિર્દેશ આપી દીધા છે.
ગ્રેટર નોઈડામાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલની જગ્યાએ પાણી મળવાનો ગંભીર મામલો સામે આવતા પ્રશાસને તરત કાર્યવાહી કરી છે. સેક્ટર ૫૧માં આવેલા આ પેટ્રોલ પંપને સીલ કરી દીધો છે. લગભગ ૨૦ વાહનોમાં પેટ્રોલની જગ્યાએ પાણી નાખવાથી આ બધી ગાડીઓ ખરાબ થઈ ગઈ. જેનાથી વાહનચાલકોને ભારે તકલીફ થઈ છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
