News of Tuesday, 7th April 2026
મિઝોરમને ભારતનું લવ મેરેજ કેપિટલ કહેવાય છે
સૌથી વધુ કપલ્સ લવ મેરેજ કરે છેઃ પરિવારો મોટેભાગે કપલને સપોર્ટ કરે છે : અહીં આશરે ૫૫ ટકાથી વધુ ઇન્ટર કાસ્ટ અને લવ મેરેજ થાય છે

નવી દિલ્હી તા.૭: ભારતમાં આજેય મોટાભાગની શાદીઓ એરેન્જ્ડ હોય છે અને લવ મેરેજને ઘણા પરિવારો ટેબૂ માને છે. જો બે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને તેમની જાતિ અલગ હોય તો આજેય મોટાભાગના પરિવારો લગ્ન માટે તૈયાર થતા નથી. ભારતના ઘણા રાજ્યોમાં તો લવ મેરેજ કરવાથી પરિવારના લોકો દુશ્મન બની જાય છે. પણ દેશના ઉત્તર-પૂર્વમાં એક એવું રાજ્ય છે, જ્યાં લવ મેરેજ માત્ર સામાન્ય જ નથી, પણ પરિવાર પણ ખુશીથી સપોર્ટ કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ મિઝોરમની, જ્યાં મોટાભાગના કપલ્સ લવ મેરેજ જ પસંદ કરે છે.
મિઝોરમ છે સૌથી આગળઃ મિઝોરમમાં ઇન્ટર-કાસ્ટ અને લવ મેરેજની દર આખા ભારતમાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે ભારતમાં માત્ર ૫્રુ શાદીઓ ઇન્ટર-કાસ્ટ હોય છે, જ્યારે મિઝોરમમાં આ આંકડો ૫૫્રુ સુધી પહોંચે છે. અનેક સર્વે અને રિપોર્ટ્સમાં મિઝોરમને લવ મેરેજના મામલે નંબર-૧ ગણાવવામાં આવ્યું છે. અહીં છોકરો-છોકરી પોતે જ જીવનસાથી પસંદ કરે છે અને પરિવાર વિરોધ કરતા બદલે સલાહ અને આશીર્વાદ આપે છે.
શા માટે વધારે છે લવ મેરેજ?: મિઝોરમ મુખ્યત્વે ખ્રિસ્તી બહુલ રાજ્ય છે. ખ્રિસ્તી સંસ્કૃતિમાં વ્યક્તિગત પસંદગીને વધારે મહત્વ આપવામાં આવે છે. મિઝો સમાજમાં મહિલાઓની સ્થિતિ પણ મજબૂત છે. ભલે સંપૂર્ણ માતૃસત્તાક નથી, પણ મહિલાઓને પરિવાર અને સમાજમાં સારો દરજ્જો મળે છે. છોકરીઓ અભ્યાસ કરે છે, નોકરી કરે છે અને પોતાના જીવનના નિર્ણયો પોતે લે છે.
અહીં ‘‘હીર-રાંઝા'' જેવી કહાની સાચી સાબિત થાય છે. છોકરો-છોકરી સ્કૂલ, કોલેજ કે કામ દરમિયાન એકબીજાને પસંદ કરે છે અને પરિવારને જણાવે છે. મોટાભાગના કેસમાં પરિવાર સહમત થઈ જાય છે. જો કોઈ નાની-મોટી અડચણ આવે તો ચર્ચ કે પરિવારના વડીલ સલાહ આપી મામલો ઉકેલી દે છે.
તલાકના કેસ પણ વધારેઃ જો કે, એક વાત એ છે કે અહીં ડિવોર્સ રેટ પણ અન્ય રાજ્યોની તુલનામાં વધારે છે. પણ તેનું મુખ્ય કારણ મહિલાઓની સ્વતંત્રતા અને જાગૃતિને માનવામાં આવે છે. મિઝોરમમાં મહિલાઓ ઘરનાં મુખ્ય તરીકે પણ કામ કરે છે. નિર્ણય લેવામાં તેઓ પુરુષો જેટલી જ ભાગીદારી રાખે છે. છોકરીઓના શિક્ષણ અને આત્મનિર્ભરતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. એ જ કારણે લવ મેરેજમાં છોકરીની પસંદ સૌથી વધુ મહત્વ ધરાવે છે. સોશિયલ મીડિયા અને સર્વે રિપોર્ટ્સમાં મિઝોરમને વારંવાર ‘‘લવ મેરેજ કેપિટલ'' તરીકે ઓળખવામાં આવે છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
