News of Tuesday, 7th April 2026
ચાંદીનું બ્રેસલેટ ચોર્યા પછી પકડાયો એટલે ગળી ગયોઃ પોલીસે પોટીમાંથી કઢાવ્યું
બ્રેસલેટ પોટીમાંથી મળી ગયું ત્યાર બાદ પોલીસે આરોપીને જેલમાં ધકેલી દીધો

બરેલી,તા.૦૭: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોરે ઘરમાંથી મોટરસાઇકલ, મોબાઇલ અને ચાંદીનું બ્રેસલેટ ચોર્યાં હતાં. પોલીસે CCTV કેમેરાનાં ફુટેજના આધારે ચોરને પકડી લીધો હતો. ચોરેલી ચીજો ક્યાં ગઈ એની પૂછપરછ કરતાં પોલીસને શંકા ગઈ કે ચાંદીનું બ્રેસલેટ ગાયબ છે. જ્યારે પોલીસે તેના ઘરને ઘેરી લીધું ત્યારે ચોર હાથમાં પહેરેલું ચોરેલું બ્રેસલેટ છુપાવવા માટે ગળી ગયો હતો. પોલીસે ચોરના પેટનો એક્સ-રે કરાવ્યો તો ૫૦ ગ્રામ ચાંદીનું બ્રેસલેટ તેના આંતરડામાં જોવા મળ્યું. બસ પછી તો ચોરને ખૂબ કેળાં ખવડાવ્યાં. પોલીસે સતત ત્રણ દિવસ સુધી પ્રયત્ન કર્યા અને તેની દરેક વખતની પોટીનું મોનિટરિગ કર્યું. આખરે તેમણે નક્કી કર્યું કે બ્રેસલેટ ન નીકળે તો આરોપીની સર્જરી કરવામાં આવે. જોકે એ નોબત આવે એ પહેલાં જ બ્રેસલેટ પોટીમાંથી મળી ગયું. ત્યાર બાદ પોલીસે આરોપીને જેલમાં ધકેલી દીધો
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
