News of Tuesday, 7th April 2026
ઈડીએ મકાન સંબંધી છેતરપિંડી કેસમાં ૯૪૪ કરોડની મિલકત જપ્ત કરી
હરિયાણા અને રાજસ્થાનના બિલ્ડરોએ ગરજાઉ લોકોના પૈસા પડાવી મકાન આપ્યા નહિ

ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)એ હરિયાણા અને રાજસ્થાનના હજારો ગ્રાહકોને મકાન નહિ ફાળવવા બદલ થયેલા કેસમાં પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિગ એકટ અંતર્ગત ૯૪૪ કરોડની સ્થાવર મિલકત જપ્ત કરી છે.
૧૫૦૦ થી વધુ ગ્રાહકો સાથેની, છેતરપિડીમાં સંડોવાયેલા આ પ્રોજેક્ટો પલવલ, ફરિદાબાદ, રેવારિ અને ભિવાડિમાં આવેલા છે. ગ્રાહકોએ નાણાની ચૂકવણી કરી હોવા છતાં એમને મકાનો ફાળવાયા નથી.
ઈડીએ નિવેદનમાં જણાવ્યું છે કે પોતે પીયૂષ કોલોનિઝર્સ લિમિટેડ તથા એની એસોસિએટેડ બિઝનેસ સંબંધી વ્યક્તિઓની ૯૪૪ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો હંગામી ધોરણે જપ્ત કરી છે. પીયૂષ કોલોનિઝર્સ હવે કંપનીના પૂર્વ-પ્રમોટરો છે.જપ્ત કરાયેલી મિલકતોમાં ચાર સ્થળોએ આવેલી પ્રોજેક્ટની જમીન, ફલેટો, ખેતીની જમીન તથા કોમર્શિયલ જગ્યાઓનો સમાવેશ થાય છે. એજન્સીએ જણાવ્યું કે પ્રોજેક્ટ લેન્ડ પાર્સલ્સમાં પલવલમાં ૬૩ એકર જમીન, ભિવાડિમાં ૬૨ એકર જમીન, ધારૂહેરામાં લગભગ ૭ એકર જમીન તથા ફરિદાબાદમાં લગભગ ૧૯,૦૦૦ ચોરસ ફીટ વાણિજ્યિક જગ્યા સમાવિષ્ટ છે.
હરિયાણા પોલીસ અને આર્થિક ગુના શાખાએ નવી દિલ્હીમાં નોંધેલા પ્રથમદર્શી અહેવાલો, જ્યારે સીબીઆઈએ આઈપીસી ૧૮૬ ની વિવિધ કલમો હેઠળ નોંધેલા પ્રથમદર્શી અહેવાલોના આધારે ઈડીએ તપાસ શરૂ કરી છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
