હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં ઓરીનો ભારે પ્રકોપ ૯૮ બાળકોનાં મોતની આશંકા
રસીકરણ કાર્યક્રમ નબળો પડતા રોગે માથું ઉચક્યું : ૬,૪૭૬ બાળકોમાં રોગના લક્ષણ જોવા મળ્યાઃ યુનુસ સરકાર પર રસીકરણમાં બેદરકારીનો રહેમાન સરકારનો આક્ષેપ

ઢાકા,તા.૦૭: બાંગ્લાદેશમાં તાજેતરમાં ઓરીના પ્રકોપમાં ખૂબ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કમસેકમ ૯૮ બાળકોના તેના લીધે મૃત્યુ નીપજ્યા હોવાનું કહેવાય છે. આ સ્થિતિ ચિતાજનક છે, કેમકે ઓરી અત્યંત ઝડપથી ફેલાતી બીમારી છે. આ રોગની સૌથી વધુ અસર બાળકો પર પડે છે. છ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકમાં ઓરીના લક્ષણ મળી આવ્યા છે.
જો કે ઓરીના કેસની ચકાસણી થઈ હોય તેવા કેસોની સંખ્યા ઓછી હોવાથી ઉપલબ્ધ આંકડા પણ ઓછા છે. તેનું કારણ એ છે કે કેટલાય બાળકોની ચકાસણી સમય પર થઈ શકતી નથી. કેટલાક કેસોમાં ટ્ટ તો તપાસ પહેલાં જ બાળકોનું મોત થઈ જાય છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા મુજબ શંકાસ્પદ મામલામાં અત્યાર સુધી સૌથી મોટી સંખ્યા ૨૦૦૫માં નોંધાઈ હતી, તે સમયે ઓરીના ૨૫,૯૩૪ કેસ નોંધાયા હતા. તેના પછીના વર્ષોમાં આ સંખ્યા અત્યંત ઓછી થઈ ગઈ હતી. આમ ઘણા, વર્ષો પછી આ વર્ષે ઉછાળો જોવા મળ્યો છે.
ઓરી એક ચેપી રોગ છે. તે એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસે છે કે છીંકે છે તો આ વાઇરસ હવામાં ફેલાય છે. બીજા લોકોને પણ ચેપ લાગે છે. આ રોગ બાળકોને વધુ પ્રમાણમાં થાય છે અને ક્યારેક તે ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ રોગ પાછળ ઘણા કારણ છે. સૌથી મોટું કારણ રસીકરણનો અભાવ છે. કેટલાય સ્થળો પર વેક્સીન સમયસર ઉપલબ્ધ જ કરાવવામાં આવી નથી.
આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં રસીકરણનો કાર્યક્રમ પણ યોગ્ય રીતે ચાલ્યો નથી. સામાન્ય રીતે બાળકોને નવ મહિનાની ઉંમર હોય ત્યારે ઓરીની રસી આપી દેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ચેપનો ભોગ બનેલા બાળકો માંડ છ મહિનાના હતા. તેમને હજી રસી પણ અપાઈ ન હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
