News of Tuesday, 7th April 2026
કોઈપણ પ્રકારના દબાણ કે ધમકીથી ઈરાન પાછળ હટશે નહીં ,લડાઈ ચાલુ રાખશે:ઈરાની સેનાએ ટ્રમ્પની ધમકીઓને ફગાવી
ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલફિકારીએ કહ્યું કે ટ્રમ્પ પોતાની નિષ્ફ્ળતા લશ્કરી નિષ્ફળતાઓને છુપાવવા માટે આવી નિવેદનબાજી કરી રહ્યા છે

નવી દિલ્હી :અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સખત ચેતવણીઓ છતાં ઈરાની સેનાએ નમતું જોખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઈરાનની શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ટ્રમ્પની ધમકીઓને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી છે.
ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલફિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પ પોતાની વારંવારની લશ્કરી નિષ્ફળતાઓને છુપાવવા માટે આવી નિવેદનબાજી કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈ પણ પ્રકારના દબાણ કે ધમકીથી ઈરાન પાછળ હટશે નહીં અને પોતાનો સંઘર્ષ અને લડાઈ જારી રાખશે.
ઝુલફિકારીએ અમેરિકા અને તેના સહયોગીઓને ગંભીર ચેતવણી આપી છે કે જો ફરીવાર રહેણાંક કે બિન-લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવશે, તો ઈરાનનો પલટવાર પહેલાં કરતાં વધુ કડક અને અત્યંત મોટા પાયે હશે. આમ, ઈરાને મુત્સદ્દીગીરીને બદલે સૈન્ય તાકાતથી જ જવાબ આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
