<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ન્યૂઝીલેન્ડના પીએમએ કહ્યું -ઈરાનના માળખાકીય સુવિધાઓ પર હુમલા કરવાની ટ્રમ્પની ધમકીઓથી યુદ્ધનો અંત આવવાનો નથી

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારપૂર્વક કહ્યું કે વર્તમાન સંજોગોમાં વધુ સૈન્ય કાર્યવાહીની બિલકુલ જરૂર નથી

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને મધ્ય પૂર્વના વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઈરાનના માળખાકીય સુવિધાઓ પર હુમલા કરવાની ટ્રમ્પની ધમકીઓથી યુદ્ધનો અંત આવવાનો નથી, પરંતુ તેનાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

    મંગળવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લક્સને ભારપૂર્વક કહ્યું કે વર્તમાન સંજોગોમાં વધુ સૈન્ય કાર્યવાહીની બિલકુલ જરૂર નથી. તેમના મતે, અત્યારે સૌથી અગત્યની બાબત આ સંઘર્ષને વધુ વધતો અટકાવવાની છે જેથી પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ જળવાઈ રહે. આમ, ન્યુઝીલેન્ડના વડાપ્રધાને લશ્કરી તાકાતને બદલે શાંતિપૂર્ણ ઉકેલ અને મુત્સદ્દીગીરી પર ભાર મૂકીને ટ્રમ્પના આક્રમક વલણ સામે અસંમતિ દર્શાવી છે.

 

(1:41 PM IST)