News of Tuesday, 7th April 2026
બંગાળની ખાડીમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ જેમિંગ પરીક્ષણ થશે :પાકિસ્તાને આપી હતી કોલકતા પર હુમલાની ધમકી
લેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમત વધારવા અને GPS જેવા સેટેલાઈટ નેવિગેશન સિગ્નલોને બાધિત કરનારી પ્રણાલીઓનું બે દિવસ પરીક્ષણ કરશે

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ દ્વારા કોલકત્તા પર હુમલાની ધણકી આપી હતી. તેના પછી હવે ભારત પોતાની ઈલેક્ટ્રોનિક યુદ્ધ (EW) ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ઉઠાવવા જઈ રહ્યું છે. ભારત 11-12 એપ્રિલના રોજ બંગાળની ખાડીમાં બે દિવસીય ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (GNSS) જેમિંગ ટ્રાયલ આયોજીત કરશે. તેના માટે ઘણાં વિભાગોને નોટમ જાહેર કરવામાં આવ્યું છે.
આ ટ્રાયલનો ઉદેશ્ય આધુનિક યુદ્ધ પરિસ્થિતિઓમાં સેટેલાઈટ આધારીત નેવિગેશન સિસ્ટમને નુકશાન પહોંચાડનારી તકનીકોનું પરીક્ષણ કરવાનો છે. જે GPS સહીત વિભિન્ન GNSS નેટવર્કના સિગ્નલોને બાધિત કે નિષ્ક્રિય કરી શકે છે.
ટ્રાયલ દરમિયાન એ પરખવામાં આવશે કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં દુશ્મના યુદ્ધ વિમાન, ડ્રોન મિસાઈલો સહીત અન્ય નેવિગેશન સંચાલિત હથિયારોની નેવિગેશન સિસ્ટમને કેવી રીતે ખરાબ કરી શકે છે અને તેમાં ગાબડું પાડી શકે છે. સંરક્ષણ એજન્સીઓ અભ્યાસ દરમિયાન ઘણાં માપદંડોને ચકાસશે, જેમાં સિગ્નલ વ્યવધાનની મર્યાદા, કેટલી દૂર સુધી આ જેમિંગ સિસ્ટમ કામ કરી રહી છે, તેની સટીકતાની પણ ચકાસણી થશે.
જાણકારી મુજબ, આ વખતે વાયુસેના સહીત ઘણાં વિભાગોને નોટમ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ ટ્રાયલ સંપૂર્ણપણે નિયંત્રિત પરિસ્થિતિઓમાં કરવામાં આવશે, જેથી ક્ષેત્રમાં સંચાલિત નાગરિક એવિએશન અને સમુદ્રી વાહનવ્યવહારને કોઈ ખતરો ન થાય.
બંગાળની ખાડીની પસંદગી
બંગાળની ખાડીને પરીક્ષણ સ્થળ તરીકે પંસદ કરવામાં આવી છે, કારણ કે આ ભારતના સમુદ્રી સુરક્ષા માળખા અને હિંદ મહાસાગર ક્ષેત્રના મહત્ત્વપૂર્ણ ઓપરેશનલ ક્ષેત્રોની નજીક છે. આ ક્ષેત્રમાં પરીક્ષણ કવાથી હવાઈ હુમલાની વાસ્તવિક ચોક્સાઈની જાણકારી મળી શકશે.
GNSS જેમિંગ તકનીકનો ઉપયોગ દુશ્મનના પ્રિસિઝન ગાઈડેડ હથિયારો, ડ્રોન નેટવર્ક-આધારીત સૈન્ય પ્રણાલીઓને નબળું કરવામાં કરી શકાય છે. તેનાથી ભારતની નૌસેના અને તટવર્તી સુરક્ષા મિલ્કતોની સુરક્ષાને મજબૂત કરી શકાશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
