News of Wednesday, 8th April 2026
ઈરાન પાસે અધધધ.. ૧૫,૦૦૦ મિસાઈલ અને ૪૫,૦૦૦ ડ્રોન નો જખીરો હોવાનો દાવો
સીધી રાજદ્વારી વાતચીત તૂટતા પહેલા ઈરાને પાકિસ્તાન મારફતે કડક સંદેશો મોકલ્યો: તો બુધવાર સુધીમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે

ન્યૂયોર્ક: વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઈરાને દાવો કર્યો છે કે તેની પાસે હજારોની સંખ્યામાં મિસાઈલો અને ડ્રોનનો જંગી લશ્કરી ભંડાર છે.
વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં જણાવાયું છે કે ઈરાને દાવો કર્યો છે કે તેની પાસે ૧૫,૦૦૦ થી વધુ મિસાઈલો અને ૪૫,૦૦૦ જેટલા ડ્રોનનો વિશાળ જથ્થો છે. અમેરિકા સાથેની 'સીધી રાજદ્વારી વાતચીત સંપૂર્ણપણે તૂટી જાય' તે પહેલાં જ ઈરાન દ્વારા પાકિસ્તાન મારફતે આ ગંભીર સંદેશો અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
બંને દેશો વચ્ચે જ્યારે યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે ઈરાને પોતાની સૈન્ય તાકાત અને હથિયારોના ભંડારનો ખુલાસો કરીને પશ્ચિમી દેશોને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે. ઈરાનનો આ જંગી શસ્ત્રભંડાર મધ્ય પૂર્વના દેશોમાં મોટી તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
