<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બહેરીનમાં રહેતા તમામ અમેરિકનોને સલામત સ્થળે આશ્રય લેવાનો આદેશ

અમેરિકાએ બહેરીનમાં પોતાના નાગરિકો માટે તાકીદની એડવાઈઝરી જારી કરી: ન્યુઝ ફર્સ્ટ

ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ વચ્ચે બહેરીનમાં અમેરિકન દૂતાવાસે તમામ નાગરિકોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી સુરક્ષિત સ્થળે આશ્રય લેવાની કડક તાકીદ કરી છે.
મધ્ય પૂર્વમાં યુદ્ધની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બહેરીન સ્થિત યુએસ એમ્બેસીએ એક તાકીદની એડવાઈઝરી બહાર પાડી છે. ઈરાન દ્વારા અમેરિકન હિતો અને શૈક્ષણિક સંસ્થાઓ પર સંભવિત હુમલાના ખતરાને પગલે, બહેરીનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકો અને સરકારી કર્મચારીઓને આગળની સૂચના ન મળે ત્યાં સુધી જ્યાં છે ત્યાં જ સુરક્ષિત ઈમારતોમાં રહેવા જણાવાયું છે.
દૂતાવાસે તમામ નિયમિત કોન્સ્યુલર સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. નાગરિકોને બારીઓથી દૂર રહેવા અને પૂરતો ખોરાક, પાણી તેમજ જરૂરી દવાઓનો સંગ્રહ કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે.

(12:29 AM IST)