હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના પોતાના આક્રમક વલણમાં અચાનક મોટો યુ-ટર્ન લીધો છે. બે કલાક પહેલા વિનાશક હુમલાની ચેતવણી આપનાર ટ્રમ્પે હવે સમાધાનની શક્યતાઓ ખુલ્લી હોવાનો સંકેત આપ્યો છે.
ડિજિટલ મીડિયા અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન મુદ્દે અચાનક પોતાનું વલણ બદલ્યું છે. રાત્રે ૯ વાગ્યે ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેઓ ઈરાનની સંસ્કૃતિનો નાશ કરશે, જેમાં યુદ્ધમાં પરમાણુ હથિયારના ઉપયોગનો પણ ઈશારો હતો. પરંતુ બરાબર બે કલાક પછી, રાત્રે ૧૧ વાગ્યે તેમના વલણમાં નરમાશ જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે જો વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધે અને કોઈ નક્કર પરિણામ મળે, તો હુમલાની સમયમર્યાદા બદલાઈ શકે છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ આને ટ્રમ્પનો ૧૭૭મો યુ-ટર્ન ગણાવી રહ્યા છે અને તેને અમેરિકાની હાર તથા ઈરાન સામે ઝૂકી જવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
આમ છતાં અમેરિકા શું કરે છે તે આજે વહેલી સવારે વિશ્વભરને ખબર પડી જશે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM