News of Wednesday, 8th April 2026
ઈરાનમાં રહેતા ભારતીયો માટે દૂતાવાસની અત્યંત મહત્વપૂર્ણ એડવાઈઝરી
ભારતીય નાગરિકોને આગામી ૪૮ કલાક સુધી ઘરની અંદર જ રહેવા કડક સૂચના: ન્યુઝ ફર્સ્ટ

અમેરિકા દ્વારા ઈરાન પર મોટા હુમલાની ચેતવણી બાદ તહેરાન સ્થિત ભારતીય એમ્બેસીએ તમામ ભારતીયોને આગામી ૪૮ કલાક માટે સુરક્ષિત સ્થળે રહેવા અને બહાર ન નીકળવા જણાવ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી આખરી ચેતવણી અને યુદ્ધના મંડરાતા ભય વચ્ચે, તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે રાત્રે એક નવી સુરક્ષા એડવાઈઝરી જારી કરી છે.
ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને આગામી ૪૮ કલાક માટે પોતાના ઘરોમાં કે હોટલોમાં જ રહેવાની અને બિલકુલ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીયોને લશ્કરી મથકો, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન અને બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવા કડક સૂચના અપાઈ છે. આ ઉપરાંત, દૂતાવાસે કટોકટીના સમય માટે ઈમરજન્સી ફોન નંબર જાહેર કર્યા છે અને હાઇવે પરની કોઈપણ મુસાફરી પહેલા એમ્બેસી સાથે સંકલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
