<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

સંતાકૂકડી રમવા માટે પલંગના બોક્‍સમાં છુપાયેલી બે વર્ષની બાળકી મૃત્‍યુ પામી

અંદર ઓક્‍સિજન પૂરતો ન મળવાથી દીકરી ગૂંગળાઈને મરી ગઈ

પ્રતાપગઢ,તા.૦૮: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના જયરામપુરમાં સંતાકૂકડી રમી રહેલી બે વર્ષની બાળકીનું પલંગના બોક્‍સમાં દમ ઘૂંટાવાથી મૃત્‍યુ થયું હતું. રમતાં-રમતાં બાળકી કોઈ તેને જોઈ ન શકે એ માટે બોક્‍સ-પલંગમાં જઈને ભરાઈ ગઈ હતી. જોકે બાળકી ત્‍યાં છુપાઈ છે એવી કોઈને ખબર જ ન પડી. શરૂઆતમાં સંતાકૂકડી દરમ્‍યાન તે પકડાઈ નહીં અને તેના નામની બૂમો પાડવા છતાં કોઈ જવાબ ન આવ્‍યો તો લાગ્‍યું કે દીકરી ક્‍યાંક દૂર ખૂણામાં જઈને સંતાઈ ગઈ હશે. લગભગ એક-બે કલાક થઈ ગયા છતાં દીકરી ક્‍યાંય ન દેખાતાં પરિવારજનોની ચિતા વધી ગઈ. ઘરનો ખૂણેખૂણો તપાસી લીધો પણ ક્‍યાંય તે દેખાઈ નહીં. ઘરની બહાર, ગલીઓમાં અને બાગ-બગીચાઓમાં જઈને તેની શોધ થઈ પણ ક્‍યાંય સગડ ન મળ્‍યા. પરિવારજનોને લાગ્‍યું કે દીકરીને કોઈ ઉઠાવી ગયું છે. આખરે હતાશ થઈને પોલીસમાં ફરિયાદ કરવી કે કેમ એનો વિચાર કરતાં પરિવારજનો ઘરે આવ્‍યા અને પલંગ પર બેઠા તો એના બોક્‍સનું ઢાંકણું બરાબર ફિટ થયું નહોતું. બોક્‍સ ખોલતાં જ અંદર નિર્જીવ દીકરી પડેલી જોવા મળી હતી. અંદર ઑક્‍સિજન પૂરતો ન મળવાથી દીકરી ગૂંગળાઈને મરી ગઈ હતી

(10:21 AM IST)