<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

મુંબઇના રોડ ઉપર ડ્રાઇવર વિનાની ટેક્ષીઓ દોડશે

આરંભમાં બાંદ્રા-કુર્લા વચ્‍ચેના ૩.૩૬ કિ.મી પટ્ટામાં સૌ પ્રથમ આ પ્રકારની ટેક્ષીઓ દોડતી કરવામાં આવશે

મુંબઇ તા.૮: ટૂંક સમયમાં જ મુંબઇના રોડ-રસ્‍તાઓ ઉપર ડ્રાઇવર વિનાની ટેક્ષીઓ દોડતી જોવા મળે તો આヘર્ય પામશો નહીં, કેમ કે મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે મંગળવારે ચેમ્‍બુરના ડાયમંડ ગાર્ડન મેટ્રો સ્‍ટેશન ખાતે પોતાના બે નાયબ મુખ્‍યમંત્રીઓ સુનેત્રા પવાર અને એકનાથ શિદેની હાજરીમાં ડ્રાઇવર વિનાની પોડ ટેક્ષીના પ્રોજેક્‍ટનું ઉદઘાટન કર્યું હતું.

આ એક એવી ઓટોમેટિક રેપિડ ટ્રાન્‍ઝિટ સિસ્‍ટમ હશે જે મુંબઇના જુવા જુદા વિસ્‍તારોમાં નોકરી ધંધા માટે દરરોજ અવર-જવર કરતા લોકોને પરિવહનની સુવિધા ઉભી કરી આપશે. હાલ આ પ્રોજેક્‍ટ અંતર્ગત બાંદ્રા-કુર્લા માટે તૈયાર કરાઇ રહ્યો છે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે આ પ્રોજેક્‍ટ શરૂ કરવા માટે તમામ જરૂરી મંજૂરીઓ લઇ લેવામાં આવી છે અને મુંબઇ મેટ્રોપોલિટન રિજિયન ડેવલોપમેન્‍ટ ઓથોરિટિના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્‍ટ ગળ વધશે. મુંબઇ શહેરમાં બાંદ્રા અને કુર્લા એ બે મોટા બીઝનેસ હબ છે, તેથી આ બંને વિસ્‍તારોની કનેક્‍ટિવિટિ માટે પ્રથમ તબક્કામાં બાંદા-કુર્લા વચ્‍ચે ડ્રાઇવર વિનાની ટેક્ષી દોડતી કરવાનું આયોજન છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં બાંદ્રા અને કુર્લા વિસ્‍તાર સૌથી મોટા બિઝનેસ સેન્‍ટરો છે અને મુંબઇ મેટ્રોપિલિટન રિજિયન ડેવલોપમેન્‍ટ ઓથોરિટિ દ્વારા તેનો વિકાસ કરાયો છે. આ બંને વિસ્‍તારો વચ્‍ચે દરરોજ અત્‍યંત ગીચ ટ્રાફિકની સમસ્‍યા છે જેના ઉકેલ તરીકે આ પ્રોજેક્‍ટ હાથ ધરાયો છે. આ બંને વિસ્‍તારોમાં વિશ્વની અનેક મલ્‍ટિ નેશનલ કંપનીઓની ઓફિસો, મોટી મોટી બેંકોની હેડ ઓફિસ અને નેશનલ સ્‍ટોક એક્ષચેંજ આવેલાં છે. શ્રેષ્ઠ કક્ષાના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે વિખ્‍યાત આ બંને વિસ્‍તારોમાં મોટી મોટી હોટલો, રેસ્‍ટોરન્‍ટ અને ભારત ડાયમંડ બુર્સ પણ આવેલાં છે.

આ પ્રોજેક્‍ટના પ્રથમ તબક્કામાં ૮.૫ કિલોમીટરના પટ્ટાને આવરી લેવાયો છે, આરંભમાં બાંદ્રા-કુર્લા વચ્‍ચેના ૩.૩૬ કિ.મી પટ્ટામાં સૌ પ્રથમ આ પ્રકારની ટેક્ષીઓ દોડતી કરવામાં આવશે. જેમાં પ્રત્‍યેક ૨૦૦ મીટરના અંતરે ૨૨ જેટલા એરકંડિશન સ્‍ટેશન આવેલાં હશે.

(10:37 AM IST)