News of Wednesday, 8th April 2026
તમામ ભારતીયોને તાત્કાલિક ધોરણે ઈરાન છોડી દેવાની સૂચના :તેહરાનમાં ભારતીય દૂતાવાસની મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી
સરકારના આ આદેશ પાછળ નાગરિકોની સુરક્ષા અને ભવિષ્યમાં સર્જાઈ શકનારા સંભવિત જોખમોને મુખ્ય કારણ

નવી દિલ્હી :અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં જ ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. અગાઉ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાન પર ભીષણ હુમલાની ધમકીને પગલે ભારતે પોતાના નાગરિકોને સાવચેતીના ભાગરૂપે આગામી 48 કલાક સુધી ઘરની બહાર ન નીકળવાની કડક સલાહ આપી હતી. જોકે, વર્તમાન સ્થિતિની ગંભીરતા અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને, હવે વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોને તાત્કાલિક ધોરણે ઈરાન છોડી દેવાની સૂચના આપી છે. સરકારના આ આદેશ પાછળ નાગરિકોની સુરક્ષા અને ભવિષ્યમાં સર્જાઈ શકનારા સંભવિત જોખમોને મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાથી બચી શકાય.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
