<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

એલર્ટ! તાત્‍કાલિક ઈરાન છોડો...ભારતીયો માટે કેન્‍દ્ર સરકારની નવી એડવાઇઝરી

નિર્ધારિત સલામત માર્ગોનો ઉપયોગ કરી વતન પરત ફરવા અને બિનસત્તાવાર સરહદોથી દૂર રહેવા કડક સૂચના

નવી દિલ્‍હી, તા.૮: ઈરાન અને અમેરિકા વચ્‍ચેના યુદ્ધના ભણકારા વચ્‍ચે તેહરાન સ્‍થિત ભારતીય દૂતાવાસે અત્‍યંત ગંભીર વલણ અપનાવ્‍યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા જાહેર કરાયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામનો સમયગાળો કોઈપણ ક્ષણે તોફાનમાં ફેરવાઈ શકે તેવી ભીતિ વચ્‍ચે કેન્‍દ્ર સરકારે ભારતીયોને તાત્‍કાલિક અસરથી ઈરાન છોડવા જણાવ્‍યું છે. દૂતાવાસે સ્‍પષ્ટ કર્યું છે કે આ સમયગાળો દેશ છોડવા માટેની અંતિમ તક હોઈ શકે છે, તેથી કોઈપણ વિલંબ જીવનું જોખમ ઊભું કરી શકે છે. હવે ભારતીય નાગરિકોએ દૂતાવાસ દ્વારા સૂચવેલા ગાઈડેડ રૂટ્‍સ પર જ મુસાફરી કરવાની રહેશે.

નવી એડવાઈઝરીમાં ખાસ ભાર મૂકવામાં આવ્‍યો છે કે કોઈપણ ભારતીય નાગરિકે દૂતાવાસની પૂર્વ મંજૂરી કે સલાહ વિના આંતરરાષ્‍ટ્રીય સરહદો ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં. યુદ્ધ જેવી સ્‍થિતિમાં સરહદો પર સુરક્ષા દળો અત્‍યંત સક્રિય હોવાથી સ્‍વતંત્ર રીતે મુસાફરી કરવી જીવલેણ સાબિત થઈ શકે છે. અગાઉ ૪૮ કલાક માટે ઘરમાં રહેવાની સૂચના આપ્‍યા બાદ હવે સીધું જ સ્‍થળાંતર કરવાનું કહેવામાં આવ્‍યું છે. આ માટે દૂતાવાસે ચાર ઈમરજન્‍સી હેલ્‍પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે, જેથી મુશ્‍કેલીમાં ફસાયેલા શ્રમિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ તાત્‍કાલિક સંપર્ક સાધી શકે.ઈરાનમાં વધતી જતી સૈન્‍ય હિલચાલ અને વિદ્યુત મથકો પરના હુમલાની શકયતાઓને જોતા, ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈ કચાશ રાખવા માંગતી નથી. દૂતાવાસની ટીમો હાલમાં તેહરાન અને અન્‍ય મુખ્‍ય શહેરોમાં તૈનાત છે જે ભારતીયોને સલામત માર્ગો તરફ વાળવામાં મદદ કરી રહી છે. ટ્રમ્‍પની લશ્‍કરી કાર્યવાહીની ધમકી બાદ પ્રદેશમાં જે અનિヘતિતા ફેલાઈ છે, તેનાથી બચવા માટે આ સ્‍થળાંતર પ્રક્રિયા અત્‍યંત ઝડપી બનાવવામાં આવી છે. દરેક ભારતીયને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ અને ઈમેલ દ્વારા સતત અપડેટ રહેવા જણાવવામાં આવ્‍યું છે. 

(2:54 PM IST)