<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અન્નપૂર્ણા રસોઈમાં મોટું કૌભાંડ: એક જ વ્યક્તિએ દિવસમાં ૨૧ વખત ભોજન કર્યું: ૬૩ રસોડાઓ દ્વારા દર મહિને ૨.૫૭ કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું

રાજસ્થાનની અન્નપૂર્ણા રસોઈ યોજનામાં ડિજિટલ રેકોર્ડમાં હેરાફેરી કરીને સરકારની કરોડોની સબસિડી હડપવાનું મોટું કૌભાંડ સામે આવ્યું


જયપુર: જયપુર નગર નિગમ હેઠળ ચાલતી અન્નપૂર્ણા રસોઈ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. એક જ વ્યક્તિનો ફોટો જુદા જુદા નામે અપલોડ કરીને માત્ર ૧૫ સેકન્ડના અંતરે બોગસ ટોકન કાઢવામાં આવ્યા છે.
રેકોર્ડ મુજબ, રાજેશ, રામકેશ અને મહેશ જેવા નામો બતાવીને એક જ વ્યક્તિએ દિવસમાં ૮ થી ૨૧ વખત જમ્યા હોવાનું દર્શાવાયું છે. સરકાર પ્રતિ થાળી ૨૨ રૂપિયા સબસિડી આપે છે, જ્યારે ગ્રાહક ૮ રૂપિયા ચૂકવે છે. રિપોર્ટ મુજબ, ૬૩ રસોડાઓ મળીને દર મહિને આશરે ૨.૫૭ કરોડ રૂપિયાની સબસિડી ચાઉં કરી રહ્યા છે. કાગળ પર હજારો થાળીઓ બતાવી ગરીબોના હકના ભોજનની લૂંટ ચલાવાઈ રહી છે. તંત્ર દ્વારા આ મામલે તપાસ ચાલુ છે.

 

(12:43 AM IST)