<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અફઘાન દળોએ ડ્યુરન્ડ લાઈન નજીક પાકિસ્તાની લશ્કરી મથકો ઉપર પર ભીષણ હુમલા કર્યા છે: બંને દેશો વચ્ચે ભીષણ અથડામણ: ચીનની મધ્યસ્થીથી થયેલો યુદ્ધવિરામ માત્ર ૨૪ કલાકમાં જ નિષ્ફળ: બંને દેશોની સેના વચ્ચે ભીષણ ગોળીબાર ચાલુ

કાબુલ: અફઘાન દળોએ ડ્યુરન્ડ લાઈન નજીક પાકિસ્તાની સૈન્યના ઠેકાણાઓ પર ભારે હુમલા કર્યા છે, જેના કારણે ચીને કરાવેલો શાંતિ કરાર એક જ દિવસમાં તૂટી ગયો છે: બંને દેશોની સેના વચ્ચે ભીષણ ગોળીબાર ચાલુ*

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર ફરી એકવાર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલો અનુસાર, ડ્યુરન્ડ લાઈન નજીક અફઘાન દળોએ પાકિસ્તાની સેનાના સૈન્ય મથકોને નિશાન બનાવીને ભીષણ ગોળીબાર શરૂ કર્યો છે. બંને દેશોની સેના વચ્ચે ભીષણ ગોળીબાર ચાલુ છે, જેનાથી સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ છે. 

નોંધનીય છે કે, ચીનની મધ્યસ્થીથી તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે હમણાં જ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ શાંતિ કરાર માત્ર ૨૪ કલાકમાં જ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. 

સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરી રહ્યા છે કે ચીની અને પાકિસ્તાની વસ્તુઓ હંમેશા નિષ્ફળ જવા માટે જ બનેલી હોય છે. પાકિસ્તાનના તાજેતરના હવાઈ હુમલાઓ બાદ અફઘાનિસ્તાને વળતો પ્રહાર કર્યો હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાથી દક્ષિણ એશિયામાં ફરીથી અસ્થિરતા ઊભી થવાની શક્યતા છે.

(9:26 AM IST)