<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અમેરિકામાં ડેટા સેન્ટરના નિર્માણમાં મોટો ઘટાડો: અમેરિકામાં નવા ડેટા સેન્ટર બનાવવાના જેટલા પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાંથી પચાસ ટકા પ્રોજેક્ટ્સ હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા અથવા તો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા: અમેરિકી અર્થતંત્ર પર સંકટના વાદળો: શેરબજારને નિયંત્રિત કરતી ૭ કંપનીઓના ફંડિંગ મોડલ પર સવાલો, કૃત્રિમ તેજીનો આર્થિક પરપોટો ફૂટવાની તૈયારીમાં ?

ન્યૂયોર્ક: અમેરિકામાં આયોજિત ડેટા સેન્ટરના અડધા પ્રોજેક્ટ્સ મોકૂફ અથવા રદ કરવામાં આવ્યા છે, જે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી અને શેરબજાર માટે ભવિષ્યના મોટા આર્થિક સંકટનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.

અમેરિકન ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. નવા અહેવાલો અનુસાર, અમેરિકામાં નવા ડેટા સેન્ટર બનાવવાના જેટલા પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાંથી લગભગ પચાસ ટકા પ્રોજેક્ટ્સ હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે અથવા તો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા છે. 

આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે કે આ એક મોટા આર્થિક પરપોટા ફૂટવાની શરૂઆત હોઈ શકે છે. અમેરિકન શેરબજાર અને સતત વધતા ફુગાવાને મુખ્યત્વે ૭ મોટી કોર્પોરેટ કંપનીઓ નિયંત્રિત કરી રહી છે. આ કંપનીઓ દ્વારા કરવામાં આવતા સર્ક્યુલર ફંડિંગને કારણે બજારમાં અત્યાર સુધી કૃત્રિમ તેજી જોવા મળી રહી હતી, પરંતુ હવે તેના માઠા પરિણામો દેખાવાનું શરૂ થઈ ગયું છે. 

નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ સ્થિતિ અમેરિકન અર્થતંત્રને મોટા સંકટ તરફ ધકેલી શકે છે અને રોજગારી તેમજ ભવિષ્યના રોકાણો પર પણ તેની સીધી નકારાત્મક અસર પડશે.

(9:33 AM IST)