<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે ચલાવવામાં આવી રહેલા લશ્કરી ઓપરેશનમાં જોડાવાનો ઇનકાર કરનાર યુરોપિયન નાટો દેશો પર પ્રતિબંધો લાદવા અને ત્યાંથી સૈન્ય પાછું ખેંચવા અમેરિકા યોજના બનાવી રહ્યું છે: અમેરિકા શિક્ષાત્મક પગલાં લેવાની તૈયારીમાં: નાટો સભ્ય દેશોને સજા આપવાની એક મોટી યોજના પર ગંભીરતાથી વિચારણા: નાટો ગઠબંધનમાં ઐતિહાસિક તિરાડની શરૂઆત?

ન્યૂયોર્ક: અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે ચલાવવામાં આવી રહેલા લશ્કરી ઓપરેશનમાં જોડાવાનો ઇનકાર કરનાર યુરોપિયન નાટો દેશો પર પ્રતિબંધો લાદવા અને ત્યાંથી સૈન્ય પાછું ખેંચવા અમેરિકા યોજના બનાવી રહ્યું છે.

 

અમેરિકાના એક અગ્રણી અખબારના અહેવાલ મુજબ, અમેરિકાનું વ્હાઇટ હાઉસ તે નાટો સભ્ય દેશોને સજા આપવાની એક મોટી યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, જેમણે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયેલને લશ્કરી સહાય આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

 

વહીવટીતંત્રના અનામી અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આ પ્રસ્તાવ હેઠળ અમેરિકા એવા યુરોપિયન નાટો દેશોમાંથી પોતાના લશ્કરી દળો અને બેઝ સંપૂર્ણપણે હટાવી લેવાની યોજના બનાવી રહ્યું છે, જેમણે ઈરાન ઓપરેશનથી અંતર જાળવી રાખ્યું છે. 

 

જો આ નિર્ણય લાગુ કરવામાં આવશે, તો દાયકાઓ જૂના નાટો ગઠબંધનમાં ઐતિહાસિક તિરાડ પડી શકે છે અને યુરોપની સુરક્ષા વ્યવસ્થા પર તેના ગંભીર અને દૂરગામી પરિણામો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકાનું આ કઠોર વલણ યુરોપિયન દેશોને દબાણમાં લાવી દેશે.

(9:37 AM IST)