<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ટ્રમ્પે નાટો સાથી દેશો પાસેથી એક નક્કર ફ્રેમવર્ક અને લશ્કરી પ્રતિબદ્ધતા માગી: ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ માટે એક ખાસ લશ્કરી ફ્રેમવર્ક તૈયાર કરવા માંગે છે: નાટોના જનરલ સેક્રેટરી માર્ક રુટ્ટે યુરોપિયન રાજદ્વારીઓને અમેરિકાના દબાણ અંગે માહિતગાર કર્યા

નાટો રાષ્ટ્રોમાં નારાજગી, કહ્યું કે અમે અમેરિકાની હતાશા સમજી શકીએ છીએ, પરંતુ અમેરિકાએ ઈરાન સાથે આ નવું યુદ્ધ શરૂ કરતા પહેલા કે પછી પોતાના સાથી દેશો સાથે કોઈ જ સલાહમસલત કરી ન હતી !

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે આગામી થોડા દિવસોમાં જ નાટો સાથી દેશો પાસેથી એક નક્કર ફ્રેમવર્ક અને લશ્કરી પ્રતિબદ્ધતા માંગી રહ્યા છે, જેનાથી યુરોપમાં ચિંતા વધી છે.

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, અમેરિકાના સતત દબાણને કારણે નાટો સંગઠનમાં ભારે હિલચાલ જોવા મળી રહી છે. 

ત્રણ યુરોપિયન રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર, નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે તાજેતરમાં જ સભ્ય દેશોના પ્રતિનિધિઓને જાણ કરી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ માટે એક ખાસ લશ્કરી ફ્રેમવર્ક તૈયાર કરવા માંગે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે નાટો દેશો આગામી થોડા જ દિવસોમાં આ ફ્રેમવર્ક માટે પોતાની ભાગીદારી અને સૈન્ય પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરે. 

એક યુરોપિયન રાજદ્વારીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમે અમેરિકાની હતાશા સમજી શકીએ છીએ, પરંતુ અમેરિકાએ ઈરાન સાથે આ નવું યુદ્ધ શરૂ કરતા પહેલા કે પછી પોતાના સાથી દેશો સાથે કોઈ જ સલાહમસલત કરી ન હતી. આ સ્થિતિ દર્શાવે છે કે અમેરિકા હવે પોતાના સાથી દેશો પાસે સીધી જવાબદારી માંગી રહ્યું છે.

(9:39 AM IST)