News of Friday, 10th April 2026
૨૦૩૧ સુધીમાં NCRની વસ્તી ફ્રાન્સ જેટલી થઈ જશે
રાજધાની દિલ્હી એક એવી જગ્યા છે જ્યાં સમગ્ર ભારતમાંથી લોકો સતત આવી રહ્યા છે પરિણામે, દિલ્હી-NCRની વસ્તી સતત વધી રહી છે

નવી દિલ્હી,તા.૧૦: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર વધતા વસ્તી દબાણનો સામનો કરી રહ્યું છે. ૨૦૩૧ સુધીમાં NCR ની વસ્તી આશરે ૭૦ મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે NCR ની શહેરી વસ્તીમાં વિકાસ માટે આયોજનમાં એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરી શકે છે. હાલમાં, દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડા જેવા શહેરો IT, વ્યવસાય, રોજગાર અને ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો બની ગયા છે, અને તેમનું વિસ્તરણ ચાલુ છે.
NCRPB (નેશનલ કેપિટલ એરિયા પ્લાનિગ બોર્ડ) ના ૨૦૪૧ ના ડ્રાફટ મુજબ, ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આધારે NCR ની વસ્તી ૫૮.૧ મિલિયન હતી, જે ૨૦૩૧ સુધીમાં આશરે ૭૦ મિલિયન અને ૨૦૪૧ સુધીમાં આશરે ૧૧૦ મિલિયન થવાનો અંદાજ છે. આમાંથી, શહેરી વસ્તી ૨૦૩૧ સુધીમાં આશરે ૫૭% અને ૨૦૪૧ સુધીમાં આશરે ૬૭% હશે. NCRPB તે મુજબ વિકાસ યોજના બનાવી રહ્યું છે.
ટ્રાફિક ભીડ, વાયુ પ્રદૂષણ, પાણીની અછત અને કચરા વ્યવસ્થાપન જેવી સમસ્યાઓ વધુ ગંભીર બની રહી છે. બિનઆયોજિત વસાહતો અને ઝૂંપડપટ્ટીઓનો વિસ્તાર થઈ રહ્યો છે. રોજગારની તકો કરતાં વધુ વસ્તી બેરોજગારી તરફ દોરી રહી છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે જો સમયસર અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો NCR આગામી પાંચ વર્ષમાં વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બની શકે છે.
NCR માં હરિયાણાના ૧૪ જિલ્લાઓ (ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, પાણીપત, નૂહ, રોહતક, રેવાડી, ઝજ્જર, પલવલ, ભિવાની, મહેન્દ્રગઢ, જિદ, કરનાલ અને ચરખી દાદરી), ઉત્તર પ્રદેશના ૫ જિલ્લાઓ (ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર (નોઈડા/ગ્રેટર નોઈડા), મેરઠ, બુલંદશહેર, હાપુર, બાગપત, શામલી અને મુઝફફરનગર) અને રાજસ્થાનના ૨ જિલ્લાઓ (અલવર અને ભરતપુર)નો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોમાંથી લોકોનો સતત ધસારો થઈ રહ્યો છે. NCRPB ડ્રાફટ મુજબ, ૨૦૩૧ સુધીમાં ફઘ્ય્ ની વસ્તીના આશરે ૫૭ ટકા શહેરી વિસ્તારોમાં રહેશે, જે ૨૦૪૧ સુધીમાં વધીને ૬૭ ટકા થવાની ધારણા છે
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
