News of Friday, 10th April 2026
કાનપુરઃ ત્રણ સરકારી કર્મચારીનું ડિમોશન, ક્લાર્કથી સીધા પ્યૂન બની ગયા
ફરજિયાત ટાઇપિંગ પરીક્ષા પાસ કરવામાં વારંવાર નિષ્ફળ જવાને કારણે આ કાર્યવાહી

કાનપુર,તા.૧૦: કાનપુર જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહી કરીને ત્રણ જુનિયર ક્લાર્કને ડિમોટ કર્યા છે. તેમને ક્લાસ IV એટલે કે પ્યૂન બનાવવામાં આવ્યા છે. આ ત્રણ ક્લાર્ક સામે ફરજિયાત ટાઇપિગ પરીક્ષા પાસ કરવામાં વારંવાર નિષ્ફળ જવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપ સિંહે નેહા શ્રીવાસ્તવ, અમિત કુમાર યાદવ અને પ્રેમનાથ યાદવની કામગીરીની સમીક્ષા કર્યા પછી આ આદેશ જાહેર કર્યો હતો. ત્રણેય કર્મચારીઓમાંથી કોઈ પણ ૨૫ શબ્દો પ્રતિ મિનિટની નિર્ધારિત ટાઇપિગ સ્પીડ મેળવી શક્યા ન હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કર્મચારીઓએ પહેલી વાર ૨૦૨૪ માં ટાઇપિગ ટેસ્ટ માટે હાજરી આપી હતી, જેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ, તેમને ચેતવણી સાથે બીજી તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ બીજા પ્રયાસમાં પણ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા.
ત્રણેય કર્મચારીઓને ૨૦૨૩ માં સહાનુભૂતિના આધારે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને કલેક્ટર કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રશાસને માહિતી જાહેર કરી હતી કે ફાઇલ નોટિગ, ડ્રાફિટંગ અને દસ્તાવેજીકરણ જેવી સત્તાવાર ફરજો માટે મૂળભૂત ટાઇપિંગ કુશળતા આવશ્યક છે. પરિણામે, નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળતા કાર્યકારી કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે. પ્રશાસને સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી વહીવટી શિસ્ત જાળવવા અને કાર્યકારી કાર્યક્ષમતા સુનિヘતિ કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી હતી. આ પગલાને જિલ્લા સ્તરે સેવા નિયમો અને કામગીરીના ધોરણોનું કડક પાલન કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રે વધુમાં નોંધ્યું હતું કે ટેકનિકલ કુશળતાનો અભાવ સરકારી કચેરીઓના એકંદર કાર્યને અસર કરે છે; તેથી, આવા કિસ્સાઓમાં કડક નિર્ણયો લેવા જરૂરી છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
