હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

તેહરાન,તા.૧૦: ઈરાને હોર્મુઝની ખાડીમાંથી એક દિવસમાં માત્ર ૧૫ જહાજોને પસાર થવાની પરવાનગી આપી છે. આ દરરોજ પસાર થનારા જહાજોની મહત્તમ સંખ્યા હશે. ઈરાને એમ પણ જણાવ્યું છે કે આ મંજૂરી માત્ર અમેરિકા સાથે ચાલી રહેલા કામચલાઉ યુદ્ધવિરામ દરમિયાન જ લાગુ રહેશે. જોકે, આ દરમિયાન પસાર થતા જહાજો માટે ઈરાન દ્વારા બનાવવામાં આવેલા કડક પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય રહેશે. આ પ્રોટોકોલ ન માનનારા જહાજો વિરુદ્ધ કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે, એક દિવસમાં માત્ર ૧૫ જહાજોને જ હોર્મુઝની ખાડી પાર કરવા દેવામાં આવશે. દર વખતે જહાજના પસાર થવા માટે ઈરાનની મંજૂરી અને એક ખાસ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી રહેશે. ઈરાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેની સાથે કેટલીક શરતો પણ જોડાયેલી હશે. આમ, હોર્મુઝના માર્ગે જહાજોની અવરજવર યુદ્ધ પહેલા જેવી સામાન્ય સ્થિતિમાં આવતા ઘણો સમય લાગી શકે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM