<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

તું મને બહું ગમે છે, રુમ પર આવી જાઃ લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને અશ્‍લીલ મેસેજ કર્યોઃ શાળામાં હોબાળો

મધ્‍ય પ્રદેશના રીવાની પીએમશ્રી કોલેજમાં એક ગંભીર મામલો સામે આવ્‍યો

રીવા,તા.૧૦: મધ્‍ય પ્રદેશના રીવાની પીએમશ્રી કોલેજમાં એક ગંભીર મામલો સામે આવ્‍યો છે, જેમાં એક ટીચર પર વિદ્યાર્થિનીને અશ્‍લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગ્‍યો છે. જાણકારી અનુસાર, બીએ ફર્સ્‍ટ યરની વિદ્યાર્થિનીને શિક્ષકે વોટ્‍સએપ પર વાંધાજનક મેસેજ મોકલ્‍યો. મેસેજમાં શિક્ષકે લખ્‍યું કે તું મને બહુ સારી લાગે, રૂમ પર આવી જા. છાત્રાએ શિક્ષકના પ્રસ્‍તાવને સ્‍પષ્ટ ના પાડી દીધી. પણ શિક્ષકે તેને ડરાવવા-ધમકાવવાનું શરૂ કરી દીધું. તેણે મેસેજમાં લખ્‍યું કે, હું નથી ઈચ્‍છતો કે તને કોઈ મુશ્‍કેલી થાય. વિચારી લે. જો મન હોય તો કહી દેજે. સતત આવા મેસેજ મળતા વિદ્યાર્થિની માનસિક રીતે કંટાળી ગઈ.

આમ શિક્ષક તરફથી વારંવાર આ રીતે હેરાનગતિ થતાં વિદ્યાર્થિનીએ પોતાના પરિવાર અને મિત્રોને સમગ્ર વાત કહી દીધી. જે બાદ કોલેજ મેનેજમેન્‍ટને ઔપચારિક રીતે ફરિયાદ કરી. સાથે જ મેસેજનો સ્‍ક્રીનશોટ પણ રજૂ કર્યો. કોલેજ મેનેજમેન્‍ટે આ મામલાની ગંભીરતા જોતા તરત તપાસ સમિતિ બનાવી. તપાસ દરમિયાન આરોપી શિક્ષકે પોતાનો કાંડનો સ્‍વીકાર કર્યો અને પોતાની ભૂલ માની લીધી. જે બાદ છાત્રા અને તેના પરિવારનો આરોપ છે કે શિક્ષક વિરુદ્ધ હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ મામલાના કારણે બુધવારે છાત્રા અને પરિવારના લોકો કોલેજમાં આવ્‍યા અને નારાજગી સાથે કડક કાર્યવાહી કરવાની માગ કરવા લાગ્‍યા. તેમણે કહ્યું કે, આવા કિસ્‍સામાં તરત અને કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી વિદ્યાર્થિનીઓની સુરક્ષા કરી શકાય. કોલેજ પ્રશાસને કહ્યું કે તેઓ આ મામલાની સંપૂર્ણપણે તપાસ કરી રહી છે અને નિયમો અનુસાર, કાર્યવાહી થશે. જોકે છાત્રા અને પરિવાર હજુ પણ ન્‍યાયની રાહ જોઈ રહ્યા છે અને ઈચ્‍છે છે કે આરોપી શિક્ષકને યોગ્‍ય દંડ મળે.

રીવાના પીએમ એક્‍સેલન્‍સ મોડેલ સાયન્‍સ કોલેજમાં બે શિક્ષકો-અમિત સાહુ અને ઉમેશ પ્રજાપતિ પર છાત્રાઓને વોટ્‍સએપ પર અશ્‍લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગ્‍યો. છાત્રાઓની ફરિયાદ બાદ શિક્ષકોએ ભૂલ સ્‍વીકારી, પણ કોલેજ પ્રશાસન લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરી નહીં. વિદ્યાર્થીઓના હોબાળા બાદ કોલેજે તપાસ સમિતિ બનાવી અને બંને શિક્ષકોને સસ્‍પેન્‍ડ કરી દીધા. જોકે મેનેજમેન્‍ટે અત્‍યાર સુધી પોલીસને આ મામલાની સૂચના નથી આપી અને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે.

(10:14 AM IST)