<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

શાહરૂખ અને સલમાન ખાન સહિતના સ્ટાર્સ જામનગરમા

ભુવનેશ્વરમાં કલિંગા ઇન્‍સ્‍ટિટયૂટના ૪૦,૦૦૦ બાળકોને ભોજન, સ્‍કોલરશિપ અને નોકરીની ભેટ સાથે અનંત અંબાણી દ્વારા અનોખી સેવાકીય ઉજવણી : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર અનંત અંબાણીના ૩૧મા જન્‍મદિવસે મુંબઈનો સી લિંક રોશનીથી ઝળહળ્‍યો

રાજકોટ તા. ૧૦ :.. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર અનંત અંબાણીએ તેમના ૩૧મા જન્‍મદિવસની ઉજવણી સામાજિક સેવા કાર્યો અને ભવ્‍ય કાર્યક્રમો સાથે કરી છે. ભુવનેશ્વરમાં ૪૦,૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓને ભોજન કરાવવાની સાથે નોકરી અને સ્‍કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી, જ્‍યારે મુંબઈના સી લિંક પર કરાયેલા પ્રોજેક્‍શનને લઈને લોકોમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

આજે ૧૦ એપ્રિલના રોજ મુકેશભાઈ અને નીતાબેન અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના ૩૧મા જન્‍મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક તેમના ચહેરાના પ્રોજેક્‍શન અને શુભેચ્‍છા સંદેશથી ઝળહળી ઉઠ્‍યો હતો.

ભુવનેશ્વરની કલિંગા ઇન્‍સ્‍ટિટયૂટમાં ૪૦,૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખાસ ભોજન સમારંભ યોજાયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સ્‍કોલરશિપ, વનતારા સેન્‍ટરની મુલાકાત અને તાાતકોને રિલાયન્‍સમાં નોકરી આપવાની જાહેરાત કરાઈ હતી.

જામનગરમાં અનંત અંબાણીના અભૂતપૂર્વ  સર્જન વનતારા ખાતે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા દિગ્‍ગજોએ ઓનલાઈન શુભેચ્‍છાઓ આપવાની સાથે પ્રત્‍યક્ષ હાજરી પણ આપી હતી, જ્‍યારે ગુજરાતના વિવિધ મંદિરોમાં દાન અને પ્રાણી સંભાળના કાર્યો ચાલુ રહ્યા હતા.

(12:03 PM IST)