હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ માટે ભાજપે તમામ ૧૮ વોર્ડના ૭૨ મહારથીઓના નામ કર્યા જાહેર : જુના જોગીઓ અને નવા ચહેરાઓના સંગમ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઉમેદવારોના નામ પર આખરી મહોર જુઓ સંપૂર્ણ યાદી
કમલમ ખાતે મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત: સ્વચ્છ પ્રતિભા અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને ભાજપે રાજકોટના રણમેદાનમાં પોતાના સેનાપતિઓ ઉતાર્યા : જાણો તમારા વોર્ડમાં કોને મળી ટિકિટ

રાજકોટ:ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં થયેલી ચર્ચા અને મંથન બાદ આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રાજકોટના કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં મહિલા અનામત અને વિવિધ જ્ઞાતિના સમીકરણોનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જણાય છે.
વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:
વોર્ડ નં. ૧ થી ૫ ના ઉમેદવારો
* *વોર્ડ નં. ૧:* અંજના અલ્પેશ મોરઝરીયા, શ્રીમતી સેજલબેન અમીતરાજ ચૌધરી, જયરાજસિંહ ગજુભા જાડેજા અને પરેશ ઠાકર.
* *વોર્ડ નં. ૨:* શ્રીમતી દક્ષાબેન નીતીનકુમાર વાઘેલા, શ્રીમતી મીનાબા અજયસિંહ જાડેજા, ડો. શૈલેષ રવજીભાઇ વસાણી અને ધૈર્ય પારેખ.
* *વોર્ડ નં. ૩:* શ્રીમતી અલ્પાબેન દિપકભાઇ દવે, શ્રીમતી હિનાબેન નવીનભાઈ બેલાણી, અજય હરેશભાઇ મજેઠીયા અને નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા.
* *વોર્ડ નં. ૪:* શ્રીમતી કંકુબેન કાનાભાઈ ઉધરેજા, શ્રીમતી રાજેશ્વરીબેન મહેશભાઇ માલવીયા, ભરતભાઇ જેસાભાઇ લીંબાસીયા અને કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા.
* *વોર્ડ નં. ૫:* શ્રીમતી રસીલાબેન પ્રવિક્ભાઇ સાકરીયા, શ્રીમતી સ્મિતાબેન ગોહેલ, સંજયભાઇ અરૂણભાઇ ચાવડા અને દિલીપભાઇ લુણાગરીયા.
વોર્ડ નં. ૬ થી ૧૦ ના ઉમેદવારો
* *વોર્ડ નં. ૬:* શ્રીમતી ધર્મિષ્ઠાબેન નાનજીભાઇ પરમાર, શ્રીમતી પૂનમબેન મોરવાડીયા, અનિલભાઈ શરદકુમાર ચૌહાણ અને પરેશભાઇ રમેશભાઈ પીપળીયા.
* *વોર્ડ નં. ૭:* શ્રીમતી ખ્યાતિબેન કિરીટભાઇ ગોહેલ, શ્રીમતી વર્ષાબેન પાંઘી, દર્શન હરેશભાઇ પેગ્યાતર અને શૈલેષભાઇ જાની.
* *વોર્ડ નં. ૮:* શ્રીમતી કિરણબેન મહેશકુમાર માંકડિયા, શ્રીમતી રીટાબેન મનજીભાઇ સખીયા, પ્રવિણ ભીખુભાઇ સેગલીયા અને મનીષભાઇ ભટ્ટ.
* *વોર્ડ નં. ૯:* શ્રીમતી જાનકીબેન જીતુભાઇ કાટોળિયા, શ્રીમતી દક્ષાબેન ભરતભાઇ વસાણી, રાજુભાઇ વાલજીભાઇ અઘેરા અને જયસુખ મગનભાઇ કાથરોટિયા.
* *વોર્ડ નં. ૧૦:* શ્રીમતી નીતાબેન કમલેશભાઇ લાલ, શ્રીમતી જ્યોત્સનાબેન ટીલાળા, ઘનશ્યામભાઇ હેરભા – આહીર અને અશ્વિનભાઇ પરસોત્તમભાઈ ભોરણીયા.
વોર્ડ નં. ૧૧ થી ૧૫ ના ઉમેદવારો
* *વોર્ડ નં. ૧૧:* શ્રીમતી ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા, શ્રીમતી મીતલબેન ચેતનભાઇ લાઠીયા, રક્ષિત વસંતભાઇ કલોલા અને મહેશભાઇ લવજીભાઇ પીપરીયા.
* *વોર્ડ નં. ૧૨:* શ્રીમતી કિરણબેન વસંતભાઇ હરસોડા, શ્રીમતી જયશ્રીબા દશરથસિંહ જાડેજા, પ્રદિપભાઇ ડવ અને કિશન જયસુખભાઇ ટીલવા.
* *વોર્ડ નં. ૧૩:* શ્રીમતી માધવીબેન નીતિનભાઇ બદ્રકીયા, શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઇ સેલારા, પંકજભાઇ ધીરજલાલ લુણાગરીયા અને મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા.
* *વોર્ડ નં. ૧૪:* શ્રીમતી ચંદાબેન માણસુરભાઇ વાળા, શ્રીમતી અરૂણાબેન જયેશભાઇ આડેસરા, હિરેન ખીમાણી અને કેતન પટેલ.
* *વોર્ડ નં. ૧૫:* શ્રીમતી હેતલબેન કેતનભાઇ કુમારખાણીયા, શ્રીમતી પુજાબેન અમરભાઇ સોલંકી, નીલેશ હેરભા અને મૌલિકભાઇ સંજયભાઇ પરમાર.
વોર્ડ નં. ૧૬ થી ૧૮ ના ઉમેદવારો
* *વોર્ડ નં. ૧૬:* શ્રીમતી જયાબેન પ્રવિણભાઇ હુંબલ, શ્રીમતી રૂચિતાબેન નીલેશભાઇ જોષી, ઉમેશભાઇ માવજીભાઇ વાઘેલા અને રાજેશભાઇ ધીરૂભાઇ લીલા.
* *વોર્ડ નં. ૧૭:* શ્રીમતી કીર્તિબા અનિરૂદ્ધસિંહ રાણા, શ્રીમતી રસીલાબેન હસમુખભાઇ વૈષ્ણવ, કૌશિક રમણીકભાઇ ટાંક અને ડો. રિંકલભાઇ ખોડીદાસભાઇ મેઘાણી.
* *વોર્ડ નં. ૧૮:* શ્રીમતી દક્ષાબેન નટુભાઇ વાઘેલા, શ્રીમતી ભારતીબેન શૈલેષભાઇ પરસાણા, સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા અને સંજયસિંહ ગુલાબસિંહ રાણા.
પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભાજપ દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવતા જ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે ઉમેદવારોએ પોતપોતાના મતવિસ્તારમાં પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા છે. આ યાદીમાં અનેક નવા ચહેરાઓને તક આપી ભાજપે યુવા પેઢીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
