<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો મામલે સુપ્રીમ કોર્ટ સખત: કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

આ મામલાને 'હ્યુમન ટ્રાફિકિંગ' ગણાવતા વિદેશ મંત્રાલય અને રશિયામાં ભારતીય રાજદૂત પાસેથી એક અઠવાડિયામાં જવાબ માંગ્યો

નવી દિલ્હી :રશિયા-યુક્રેન યુદ્ધમાં બળજબરીથી લડવા મજબૂર કરાયેલા 26 ભારતીયોની સુરક્ષિત વાપસી માટે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસની બેન્ચે આ મામલાને 'હ્યુમન ટ્રાફિકિંગ' ગણાવતા વિદેશ મંત્રાલય અને રશિયામાં ભારતીય રાજદૂત પાસેથી એક અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. નોકરીના બહાને છેતરાયેલા આ નાગરિકોના પરિવારોની અરજી પર કોર્ટે રાજદ્વારી સ્તરે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.

 

(12:25 AM IST)