<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

પીએમ મોદીનું ફેવરિટ છે આ 'દેશી સુપરફૂડ': ફોર્ટિસના ડૉક્ટરે ગણાવ્યા તેના જાદુઈ ફાયદા, ગંભીર બીમારીઓ રહેશે જોજનો દૂર!

મોરિંગા (સરગવો) માત્ર શાક નથી પણ પોષણનો ખજાનો છે; ડાયાબિટીસથી લઈને હૃદયના સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ

નવી દિલ્હી: ઘણા લોકો માને છે કે સ્વાસ્થ્યપ્રદ ખોરાક હંમેશા મોંઘો હોય છે, પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ છે જે દેખાવમાં સામાન્ય છે પણ ગુણોમાં અદભૂત છે. આવું જ એક સુપરફૂડ છે 'મોરિંગા' (સરગવો), જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ અત્યંત પ્રિય છે. ફોર્ટિસ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્યના જણાવ્યા અનુસાર, ભારતીયો મોરિંગાના પાંદડાને જેટલું મહત્વ આપવું જોઈએ તેટલું આપતા નથી, જ્યારે તે પોષક તત્વોનો પાવરહાઉસ છે.
પોષણનો દરિયો છે મોરિંગા
ડૉ. વાત્સ્ય સમજાવે છે કે મોરિંગાના પાંદડામાં પ્રોટીન ઉપરાંત તમામ આવશ્યક એમિનો એસિડ અને પોલીફેનોલ્સ હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને શરીરના કોષોને સ્વસ્થ રાખે છે. આ પાંદડા શરીરમાં થતા ઓક્સિડેટીવ તણાવને ઘટાડે છે, જે ડાયાબિટીસ અને મેટાબોલિક સમસ્યાઓનું મુખ્ય કારણ છે.
હૃદય અને પાચન માટે વરદાન
ક્લિનિકલ અભ્યાસો મુજબ, મોરિંગા બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને લિપિડ પ્રોફાઇલને સુધારે છે, જેનાથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાય છે. આ ઉપરાંત, તેમાં રહેલા ફાઇબર આંતરડાની કાર્યક્ષમતા વધારે છે અને રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને બુસ્ટ કરે છે. તમે તેના પાંદડા, શાક કે પાવડર સ્વરૂપે દૈનિક આહારમાં સમાવેશ કરીને લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકો છો.
 
ક્રિસ્પી પકોડાના શોખીન છો? બેટરમાં ઉમેરો આ એક ખાસ વસ્તુ, પછી જુઓ તેનો સ્વાદ અને કડકપણું!
સાંજની ચા સાથે ગરમાગરમ પકોડા બનાવવાની આ છે 'સીક્રેટ ટિપ્સ'
સાંજની ચા અને પકોડાનો સંગમ અદભૂત હોય છે, પરંતુ જો પકોડા નરમ પડી જાય તો મજા બગડી જાય છે. પકોડાને ૧૦૦% ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે ફૂડ એક્સપર્ટ શિલ્પીએ એક ખાસ ટિપ શેર કરી છે.
•    ચોખાનો લોટ: જો તમે ૨ કપ ચણાનો લોટ લો છો, તો તેમાં ૧/૪ કપ ચોખાનો લોટ ઉમેરો. આ લોટ ભેજને શોષી લે છે અને પકોડાને લાંબા સમય સુધી કડક રાખે છે.
•    તેલનું પ્રમાણ: પકોડા તેલ વધુ ન શોષે તે માટે બેટરમાં એક ચમચી ગરમ તેલ ઉમેરવાથી પકોડા ઓછા તેલિયા અને વધુ સ્વાદિષ્ટ બને છે.
હવે જ્યારે પણ ઘરે પકોડા બનાવો, ત્યારે આ ટિપ્સ ચોક્કસ અજમાવજો, મહેમાનો પણ તમારી રસોઈના વખાણ કરતા થાકશે નહીં!

(12:07 AM IST)