<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

AIની દુનિયામાં નવો ક્રેઝ: સિલિકોન વેલીથી નીકળી હવે કોર્પોરેટ ઓફિસોમાં પહોંચ્યું 'ટોકનમેક્સિંગ', વિઝા કંપનીએ દર મહિને 1.9 ટ્રિલિયન ટોકન વાપરીને મચાવ્યો ફફડાટ!

માત્ર ચર્ચા નહીં પણ પરિણામ પર ભાર: વિઝાના 89% કર્મચારીઓ બન્યા AI એક્સપર્ટ; ઝડપથી કામ પતાવનાર ટીમને કોફી મેકરથી લઈને રોકડ ઈનામોની લહાણી

બેંગલુરુ: અત્યાર સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દબદબો માત્ર ગૂગલ, મેટા કે માઈક્રોસોફ્ટ જેવી બિગ-ટેક કંપનીઓ પૂરતો મર્યાદિત હતો, પરંતુ હવે પેમેન્ટ જાયન્ટ વિઝા (Visa) એ આ ક્ષેત્રમાં એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા છે. ટેકનોલોજીની દુનિયામાં અત્યારે 'ટોકનમેક્સિંગ' (Tokenmaxing) નામનો ટ્રેન્ડ ખૂબ જ વિવાદાસ્પદ બન્યો છે, જેનો અર્થ છે કે કોઈ કંપની કે વ્યક્તિ કેટલા વધુ AI ટોકનનો ઉપયોગ કરે છે તેનું પ્રદર્શન કરવું. વિઝાએ ખુલાસો કર્યો છે કે તે હવે દર મહિને અંદાજે ૧.૯ ટ્રિલિયન ટોકનનો ઉપયોગ કરી રહી છે, જે ફેબ્રુઆરી કરતા બમણો આંકડો છે.
શું છે આ 'ટોકનમેક્સિંગ'નો જાદુ?
ટોકનમેક્સિંગ એટલે AI મોડલ્સ (જેમ કે ChatGPT કે Gemini) ને આપવામાં આવતા ડેટા યુનિટ્સનો મહત્તમ વપરાશ. વિઝાના ટેકનોલોજી પ્રમુખ રજત તનેજા જણાવે છે કે, અમારો ઉદ્દેશ્ય માત્ર આંકડા બતાવવાનો નથી, પરંતુ તેની અસર (Impact) ઊભી કરવાનો છે. કંપનીએ તેની ટીમોને એન્થ્રોપિકના 'ક્લાઉડ સોનેટ' મોડેલનો ઉપયોગ કરીને માત્ર ૬ દિવસમાં નવી API તૈયાર કરવા બદલ પુરસ્કૃત કરી છે. જે કર્મચારીઓ AI ના ઉપયોગથી કામ ઝડપી પતાવે છે, તેમને કંપની આંતરિક પોઈન્ટ્સ અને મોંઘા કોફી મેકર્સ જેવા ઈનામો આપી રહી છે.
સોફ્ટવેર એન્જિનિયરિંગથી લઈને માર્કેટિંગ સુધી AIનો દબદબો
વિઝામાં સૌથી વધુ AI નો ઉપયોગ સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગમાં થઈ રહ્યો છે, પરંતુ હવે માર્કેટિંગ ટીમ પણ પાછળ નથી. તાજેતરમાં જ માર્કેટિંગ ટીમે AI ની મદદથી એક અદભૂત જાહેરાત બનાવી છે, જેમાં ઈટાલીના અમાલ્ફી કોસ્ટમાં તડકામાં શેકેલી શેરીઓમાં સ્કીઅર્સ (Skiiers) ને દોડતા બતાવવામાં આવ્યા છે. આ કલ્પનાતીત સર્જનાત્મકતા માત્ર AI ને કારણે જ શક્ય બની છે.
૮૯% કર્મચારીઓ સક્રિય વપરાશકર્તાઓ
આંકડાઓ મુજબ, વિઝાના ૮૯% કર્મચારીઓ સક્રિય રીતે AI સાધનોનો ઉપયોગ કરે છે. તેમાંથી ૪૪% તો "પાવર યુઝર્સ" છે, જેઓ મહિનામાં ૧૫ દિવસ દરરોજ ઓછામાં ઓછા ૨૫ પ્રોમ્પ્ટ લખે છે. કર્મચારીઓ ક્લાઉડ, ChatGPT અને ગૂગલના Gemini જેવા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.
તનેજા કહે છે કે, "આ પરિવર્તન જીવનમાં એક જ વાર આવે છે - તે ભૂતકાળની કોઈપણ ટેકનોલોજી કરતાં ઘણું મોટું છે." બિગ ટેક કંપની મેટા (Meta) દર મહિને ૬૦ ટ્રિલિયન ટોકન વાપરે છે, તેની સરખામણીએ વિઝા જેવી ફાઈનાન્શિયલ કંપનીનો ૧.૯ ટ્રિલિયનનો આંકડો દર્શાવે છે કે હવે દરેક ઉદ્યોગમાં AI 'ફ્લેક્સ કલ્ચર' (પોતાની ક્ષમતા બતાવવાની સંસ્કૃતિ) ઝડપથી ફેલાઈ રહી છે.
ટેક વિશ્લેષણ: ટોકનમેક્સિંગ એ માત્ર આંકડાની રમત નથી, પણ એ દર્શાવે છે કે ભવિષ્યમાં જે કંપની AI ને પોતાના કામમાં જેટલી ઝડપથી વણી લેશે, તેટલી જ તે હરીફાઈમાં આગળ રહેશે. વિઝાએ આ મામલે અન્ય કોર્પોરેટ દિગ્ગજો માટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.

(12:14 AM IST)