<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

૯માં ધોરણની વિદ્યાર્થિની સાથે હેવાનિયતઃ હોટલોમાં ૧૦ લોકોએ રેપ કર્યો

ગોરખપુરમાં ચાર મહિનાથી ગુમ ૧૪ વર્ષીય વિદ્યાર્થિનીના કિસ્‍સાએ સનસનાટી મચાવી દીધી

ગોરખપુર,તા.૧૧: ગોરખપુરમાં સગીર વિદ્યાર્થિની સાથે હેવાનિયતનો એક કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ચાર મહિના પહેલા ઘરેથી સ્‍કૂલ જવા નીકળેલી ૧૪ વર્ષની ૯મા ધોરણની વિદ્યાર્થિની અચાનક ગુમ થઈ ગઈ હતી. ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી. જ્‍યારે વિદ્યાર્થિની ન મળી ત્‍યારે પરિવારે ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્‍યો હતો. રિપોર્ટ નોંધાયા બાદ પોલીસ સર્વેલન્‍સ અને ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરાની મદદથી હવે સગીર વિદ્યાર્થિની સુધી પહોંચી છે. વિદ્યાર્થિનીની પૂછપરછમાં જાણવા મળ્‍યું કે, તેની સાથે અલગ-અલગ હોટલોમાં ૧૦ લોકોએ રેપ કર્યો હતો. પોલીસે યુવતીનું નિવેદન નોંધી મેડિકલ કરાવ્‍યું, જેમાં રેપની પુષ્ટિ થઈ છે. એસપી નોર્થ જ્ઞાનેન્‍દ્ર કુમારે જણાવ્‍યું કે, ૪ લોકોને જેલ મોકલી દેવામાં આવ્‍યા છે અને અન્‍ય ૬ લોકોની પૂછપરછ ચાલુ છે.

જાણવા મળતી માહિતી મુજબ, ગોરખપુરના ચૌરી ચૌરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની રહેવાસી પીડિત વિદ્યાર્થિની પરિવારમાં બીમાર માતા સાથે એકલી રહેતી હતી. પરિવારે પૂછપરછમાં જણાવ્‍યું કે, વિદ્યાર્થિનીના પિતા ગુજરાતમાં રહીને મજૂરી કરે છે, જેના કારણે વિદ્યાર્થિનીને ભણાવવા માટે તેની માસી ચૌરી ચૌરા વિસ્‍તારમાં આવેલા પોતાના ઘરે લઈ ગઈ હતી. અહીં ગત ૧ નવેમ્‍બરના રોજ તે સ્‍કૂલ જવા માટે ઘરેથી નીકળી તો પાછી ફરી નહોતી. એક અઠવાડિયા સુધી પરિવાર અને સંબંધીઓ શોધતા રહ્યા. વિદ્યાર્થિની ન મળી તો પરિવારે ૭ નવેમ્‍બરના રોજ ગુમ થયાનો કેસ નોંધાવ્‍યો હતો. કેસ નોંધાવ્‍યા બાદ પોલીસ શોધખોળમાં લાગી અને CCTV, સર્વેલન્‍સની મદદથી યુવતી સુધી પહોંચી હતી. ૪ મહિના પછી ૨૩ માર્ચના રોજ વિદ્યાર્થિનીને શોધીને પોતાની સાથે લાવી હતી.

પૂછપરછમાં તેણે જણાવ્‍યું કે, જ્‍યારે તે ૧ નવેમ્‍બર, ૨૦૨૫ના રોજ સવારે ૯ વાગ્‍યે સ્‍કૂલ જવા માટે ઘરેથી નીકળી ત્‍યારે રસ્‍તામાં તેનો પરિચિત રિક્ષા ચાલક મનીષ રાજભર (ઉર્ફે મોનૂ) મળ્‍યો હતો. તેણે ફોસલાવીને પીડિતાને રિક્ષામાં બેસાડી અને એક નિર્માણાધીન મકાનમાં લઈ ગયો હતો. ત્‍યાં તેણે રેપ કર્યો હતો. થોડીવાર પછી તેના બે મિત્રો પણ ત્‍યાં આવ્‍યા અને તે બંનેએ પણ દુષ્‍કર્મ આચર્યું હતું. ત્‍યારબાદ તેઓ પીડિતાને રોડ પર છોડીને ભાગી ગયા હતા.

વિદ્યાર્થિનીએ પોલીસને વધુમાં જણાવ્‍યું હતું કે, ત્‍યારબાદ તે ઘરે જવાને બદલે સીધી રામગઢ તાલ ગઈ. ત્‍યાં પીડિતા ઘણી વાર સુધી શોકમાં બેસી રહી. આ દરમિયાન તેની મુલાકાત એક અન્‍ય યુવક સાથે થઈ. તેની વાતોમાં આવીને તે તેના ઘરે જતી રહી. યુવકે વિદ્યાર્થિનીને એક મહિના સુધી ઘરમાં રાખી અને તેની સાથે રેપ કરતો રહ્યો. તેણે પણ પોતાના બે-ત્રણ મિત્રોને બોલાવ્‍યા જેમણે તેની સાથે રેપ કર્યો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, વિદ્યાર્થિનીએ રેપ કરનારા ૧૦ લોકોનો ઉલ્‍લેખ કર્યો છે.

પોલીસે વિદ્યાર્થિનીના નિવેદન બાદ કેસ નોંધ્‍યો છે. વિદ્યાર્થિનીની કોલ ડિટેલ્‍સ તપાસી જેનાથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું કે, તેને કેટલીય હોટલોમાં લઈ જવામાં આવી હતી. અનેક લોકોના નામ સામે આવ્‍યા છે. એક્‍શનમાં આવેલી પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરતા ૧૦ લોકોની અટકાયત કરી લીધી છે. આમાં આરોપી હોટલ સંચાલક ધર્મરાજ, રિક્ષા ચાલક મનીષ રાજભર, અન્‍ય બે સમીર અને કિશનની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી. તમામને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ મોકલી દેવામાં આવ્‍યા છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલુ છે

(10:07 AM IST)