<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ભારે કરી! ધૂમધામથી લગ્ન કરી ૫૦ હજારમાં દુલ્‍હન લાવ્‍યોઃ સુહાગરાતમાં દુલ્‍હન મોકો જોઈ ભાગી ગઈ

દાગીના અને રોકડ રકમ લઈને દુલ્‍હન અને તેની સાથે આવેલા લોકો ભાગી ગયા

બાંદા,તા.૧૧: ઉત્તર પ્રદેશના બાંદામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં એક શખ્‍સે રાજીખુશીથી લગ્ન કરી દુલ્‍હનને લઈ આવ્‍યો. પણ બિચારાને શું ખબર હતી કે, જેની સાથે તે જિદગી વિતાવવાના સપના જોઈ રહ્યો છે, તો થોડા જ કલાકો સાથે રહેવાની છે. હકીકતમાં લગ્નના બીજા જ દિવસે દુલ્‍હન રફુચક્કર થઈ ગઈ. હવે વરરાજો માથું પકડીને આઘાતમાં બેઠો છે.

આ મામલો બિસંડા વિસ્‍તારનો છે. અહીં રહેતા પીડિત વ્‍યક્‍તિએ પોલીસને જણાવ્‍યું કે, તે મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે. ગામના જ એક વ્‍યક્‍તિએ તેમના દીકરાના લગ્ન કરાવવા માટે ૫૦ હજાર રૂપિયા લીધા, પૈસા લીધા બાદ કહ્યું કે, દુલ્‍હન ફતેહપુરની છે. તે લોકો અહીં આવી જશે. અહીં જ લગ્ન થશે. પીડિત પરિવારે લગ્નની તૈયારી શરૂ કરી દીધી. દાગીના અને અન્‍ય સામાન ખરીદી લીધો. પીડિતે દુલ્‍હન અને પોતાના માટે લગભગ ૩૦ હજારના કપડાં પણ ખરીદી નાખ્‍યા. ૩ જાન્‍યુઆરીના રોજ દુલ્‍હન અને તેની સાથે કથિત ભાઈ અને માસી આવ્‍યા. મહેમાનો એકઠા થયા અને બીજા દિવસે રીતિ રિવાજ સાથે લગ્ન પણ થઈ ગયા.

૫ જાન્‍યુઆરી સુધી બધા મહેમાનો રોકાયા. રાતમાં જ્‍યારે બધાં ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. તો વરરાજાની બાજુમાં સૂઈ રહેલી દુલ્‍હન અને તેની સાથે આવેલા લોકો ભાગી ગયા. તેમણે ઘરમાં શોધખોળ કરી દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગયા. ગામમાં રહેતા વ્‍યક્‍તિ જેણે લગ્ન કરાવ્‍યા હતા, તે પણ ઘરેથી ગુમ થઈ ગયો. પછી બધાને ફોન કર્યો, તો તમામના નંબર બંધ આવ્‍યા.

છેતરાયા હોવાની ચિતામાં તેમણે પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા. ત્‍યાં સુનાવણી થઈ તો ડેપ્‍યુટી એસપી પાસે ગયા, જે બાદ બિસંડા પોલીસે લૂટેરી દુલ્‍હન સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી. પોલીસ અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે. એસએચઓ રામમોહન રાયનું કહેવું છે કે મામલામાં શોધખોળ ચાલી રહી છે. તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

(10:08 AM IST)