હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો યુદ્ધ લડવાનો શોખ અમેરિકાને ભારે પડયોઃ મોંઘવારી પહોંચી આસમાનેઃ ગેસની કિંમતોએ તોડયો ૬૦ વર્ષનો રેકોર્ડ
માર્ચમાં મોંઘવારી દર વધીને ૩.૩ ટકા પર પહોંચ્યોઃ અમેરિકામાં મોંઘવારી વધતા સામાન્ય લોકો પરેશાન

વોશિંગ્ટન,તા.૧૧: અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. અમેરિકામાં પણ મોંઘવારીનો આંકડો સતત વધી રહ્યો છે. મોંઘવારીએ બે વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. તાજેતરના સમાચારો પ્રમાણે અમેરિકામાં ફુગાવો પાછલા મહિને લગભગ બે વર્ષમાં રેકોર્ડતોડ વધી ગયો છે. કારણ કે ઈરાન સાથે યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થયો છે. જેની અસર સમગ્ર અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે.
શ્રમ વિભાગના રિપોર્ટ પ્રમાણે ઉપભોક્તા કિમતોમાં માર્ચ સુધી ૧૨ મહિનામાં ૩.૩ ટકા વધારો થયો છે, જે ફેબ્રુઆરીમાં ૨.૧ ટકા હતા. આ વધારો વર્ષ ૨૦૨૨ બાદના સૌથી મોટા માસિક પરિવર્તનોમાંથી એક છે. જ્યારે દુનિયા રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણને કારણે સંકટનો સામનો કરી રહી હતી. રિપોર્ટ અનુસાર પાછલા મહિને પેટ્રોલ પંપો પર કિમતોમાં ભારે વધારો જોવા મળ્યો, કારણ કે યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રીટ બંધ થવાને કારણે તેલની કિમતો આસમાને પહોંચી ગઈ હતી.
ગેસની કિમતોમાં ફેબ્રુઆરીથી માર્ચ સુધી ૨૧.૨ ટકાનો વધારો જોવા મળ્યો. ૧૯૬૭માં સરકારે આંકડા જાહેર કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ આ સૌથી મોટો વધારો છે. તેલ અને ઈંધણની કિમતોમાં ૩૦ ટકાથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે ફેબ્રુઆરી ૨૦૦૦ બાદથી સૌથી મોટી વૃદ્ધિ છે. તેની અસર સામાન્ય રીતે કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં જોવા મળી રહી છે, જ્યાં ગેસની કિમતો અમેરિકાના બાકી હિસ્સાની તુલનામાં વધુ હતી.
અમેરિકી ઓટોમોબાઇલ એસોસિએશન અનુસાર ગુરૂવારે કેલિફોર્નિયામાં એક ગેલન ગેસની કિમત ૫.૯૩ ડોલર (ભારતીય રૂપિયામાં ૫૫૦.૬૮) હતી, જ્યારે દેશભરમાં લગભગ ૪.૧૬ ડોલર (ભારતીય રૂપિયામાં ૩૮૬.૩) હતી. કિમતોમાં આવી રહેલા ઉછાળની અસર સામાન્ય લોકો પર પણ પડી છે. સામાન્ય લોકો આ કિમતોને ભયાનક ગણાવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે અમેરિકામાં કિમતોના વધારાને જોતા હવે તેમણે ગાડી કાઢવાનું બંધ કરી દીધું છે.
મોંઘવારીના આંકડા સમજવા માટે કોર પ્રાઇસ (Core Prices) ને જોવી જરૂરી છે, જેમાં અસ્થિર ખાદ્ય અને ઉર્જા શ્રેણીઓને સામેલ કરવામાં આવતી નથી.
કોર મોંઘવારી (વાર્ષિક) માર્ચમાં તે ૨.૬ ટકા રહી, જે ફેબ્રુઆરીમાં ૨.૫ ટકા હતી.
માસિક વૃદ્ધિઃ માર્ચમાં કોર કિમતોમાં માત્ર ૦.૨ ટકાનો સામાન્ય વધારો થયો.
તેનો મતલબ છે કે હજુ તેલની કિમતોમાં વધારાની અસર કરિયાણાના સામાન કે અન્ય સેવાઓ સુધી સંપૂર્ણ રીતે ફેલાઈ નથી. પરંતુ અર્થશાષીઓનું કહેવું છે કે આ માત્ર સમયની વાત છે. જ્યારે પરિવહન ખર્ચ વધશે તો આવનારા સમયમાં ખાવા-પીવાની વસ્તુના ભાવ પણ વધી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
