<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ઊંચા શિપ ચાર્જ અને યોજનાઓમાં ખામીને કારણે નિકાસકારો ચિંતિત

પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ પણનિકાસનો માર્ગ હજુ કઠિન : શિપિંગ કંપનીઓ ઓછા ચાર્જ, માફીનો લાભ આપતી નથીઃ નિકાસકારો

મુંબઇ તા.૧૧: અમદાવાદ ભારતીય નિકાસકારોએ શિપિંગ કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતા શિપિગના ઊંચા ચાર્જ તેમજ વાણિજય વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઈસીજીસી યોજનાઓમાં ખામીઓ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી પેકેજિંગ મટિરિયલની અછતને દૂર કરવાની માંગણી કરી હતી. પヘમિ એશિયાની સ્‍થિતિ અંગે કોમર્સ સચિવ અને શિપિંગ સચિવ સાથેની બેઠકમાં ભારતીય નિકાસકારોએ એવી પણ ફરિયાદ કરી હતી કે, હલ્‍દિયા અને પારાદીપ પોર્ટ ખાતે બંકર ઓઈલની અછત છે, જેથી પૂરતી સપ્‍લાયની ગોઠવણ કરવામાં આવે. બેઠકમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, શિપિંગ કંપનીઓ નિકાસકારોને પારદર્શક રીતે નીચા શિપિંગ ચાર્જ અને માફીનો લાભ આપતી નથી. અગ્રણી નિકાસકારોએ એવી પણ ફરિયાદ કરી હતી કે, શિપિંગ કંપનીઓ ઊંચા ચાર્જ માંગે છે અને પાછળથી તેની ગોઠવણ કરવાનું વચન આપે છે

(10:12 AM IST)