News of Saturday, 11th April 2026
મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળમુક્ત, અહીં ગાળ આપવા પર ૫૦૦ રૂપિયા દંડ થાય છે

બુરહાનપુર તા.૧૧: વેબસિરીઝ અને ફિલ્મોએ ગાળોને બહુ જ સામાન્ય બનાવી દીધી છે ત્યારે મધ્ય પ્રદેશના બુરહાનપુર પાસેના બોરસર ગામે સંસ્કારની પહેલ કરતાં ગામને ગાળોમુક્ત બનાવવાની પહેલ કરી છે. આ ગામ સ્વચ્છતા જાળવવા માટે તો મથી જ રહ્યું છે, પરંતુ અહીંના લોકોએ લોકોની બોલીને પણ સાફ રાખવાની પહેલ કરી છે. આ ગામમાં ગાળ બોલવા પર દંડની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ ગાળ બોલે તો ૫૦૦ રૂપિયાનો દંડ થાય છે અને એ ઉપરાંત એક કલાક સુધી ગામના કોમન એરિયાની સફાઈ કરવી પડે છે. આ સજા ઓન ધ સ્પોટ થાય છે. કોઈ પ્રભાવશાળી કે પૈસાદાર ગામવાસી પણ ગાળ બોલે તો તેને પણ આ જ સજા થાય છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
