<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

દારૂબંધીવાળા બિહારમાં દારૂની તસ્‍કરી માટે તરબૂચ

પછી અંદરના ખાલી ભાગમાં દારૂની બોટલો ભરીને ઉપરથી તરબચૂની છાલ પાછી સીલ કરી લેવામાં આવે છે

બિહારમાં દારૂબંધી છે, પરંતુ જો તમે વગ ધરાવતા હો તો તમને દારૂ મળી શકે છે. એ માટે છાના ખૂણે દારૂનો વેપાર થતો જ રહે છે. અહીં દારૂને રાજ્‍યમાં પ્રવેશ અપાવવા માટે અને એક સ્‍થળેથી બીજા સ્‍થળે લઈ જવા માટે એવાં-એવાં ગતકડાં વપરાય છે કે સામાન્‍ય માણસની તો અક્કલ કામ ન કરે. એક સમય હતો જ્‍યારે એમ્‍બ્‍યુલન્‍સ કે તેલ-પાણીનાં ટેન્‍કરોમાં દારૂની બોટલોની તસ્‍કરી થતી જેને પોલીસ હવે પકડી પાડવા લાગી છે. લેટેસ્‍ટમાં છપરા ગામ પાસે તરબૂચની અંદર દારૂનાં ટેટ્રાપેક ભરીને લઈ જતો માલ પકડાયો છે. એમાં તરબૂચની ઉપર કાણું પાડીને અંદરથી લાલ ગર કાઢી લેવામાં આવે છે. પછી અંદરના ખાલી ભાગમાં દારૂની બોટલો ભરીને ઉપરથી તરબચૂની છાલ પાછી સીલ કરી લેવામાં આવે છે.

(10:15 AM IST)