News of Saturday, 11th April 2026
જુના જોગીઓ-નવા ચહેરાઓનો સંગમઃ દિગ્ગજો સાફ
રાજકોટ મનપાના ૧૮ વોર્ડના ભાજપના ૭ર ઉમેદવારો જાહેર : કહી ખુશી, કહી ગમ ર૧ કોર્પોરેટરોને રીપીટ કરાયાઃ ૩ પુર્વ નગરસેવકોને ફરી મેદાનમાં ઉતારાયાઃ તમામ જ્ઞાતિને પ્રાધાન્ય : સૌથી વધુ ૧૮ લેઉવા-કડવા પાટીદારોને ટિકીટ : યુવા, શિક્ષિત અને ઉચ્ચશિક્ષિત ઉમેદવારોને પ્રાધાન્ય

રાજકોટ, તા., ૧૧: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગઇકાલે મોડી સાંજે રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ઁશ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં થયેલી ચર્ચા અને મંથન બાદ આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રાજકોટના કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. જેમાં મહિલા અનામત અને વિવિધ જ્ઞાતિના સમીકરણોનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જણાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આતુરતા પૂર્વક રાજકોટ મહાનગરપાલિકાના ૭૨ ઉમેદવારોના નામની જાહેરાત માટે વાટ જોવાતી હતી તે પૂર્ણ થઈ ચુકી છે. ગઈકાલે સાંજે પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ૭૨ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેઓ આજે મોટી રેલી મારફતે નામાંકનપત્ર ભરશે. હાલ જે વિગતો મળી રહી છે તેમાં અનેકવિધ મોટા ગજાના આગેવાનોના નામ કાપવામાં આવ્યા છે અને માત્ર ૨૧ પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કરાયા છે. મહાનગરપાલિકા રાજકોટનાં ઉમેદવાર નક્કી કરવામાં પ્રદેશ ભાજપ દ્વારા ઘણુ હોમવર્ક કરવામાં આવ્યું હતું. કારણ કે અનેકવિધ વોર્ડમાં ઉમેદવારીને લઈને પ્રશ્રો ઉભા થયા હતાં તો ઘણા ખરા પૂર્વ કોર્પોરેટરો દ્વારા ભૂતકાળમાં કરેલા કામોનો વિરોધ પણ જોવા મળ્યો હતો. ત્યારે પ્રદેશ સંગઠન માટે રાજકોટ મનપાના ઉમેદવાર નક્કી કરવા લોઢાના ચણા ચાવવા સમાન હતું.
હાલ જે નામો કાંપવામાં આવ્યા છે તેમાં પૂર્વ મેયર સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, નેતા સહિત અનેક વર્તમાન અને ભૂતપૂર્વ મનપાના હોદ્દેદારોના નામ ઉપર કાતર ફેરવી દેવામાં આવી છે. એટલું જ નહીં નો-રીપીટ થીયરીનો સંક્ત પણ સ્પષ્ટ પણે દેખાયો છે. મળતી માહિતી મુજબ, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા તથા ભૂતપૂર્વ વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટે.ચેરમેન જૈમીન ઠાકર તથા દંડક મનીષ રાડિયાને ટીકીટ આપવામાં આવી નથી. જેને લઈને ખુબ મોટો ઉહાપો પણ જોવા મળ્યો છે. જૈમીન ઠાકરના નામને લઈને ભૂતકાળમાં અનેક વિવાદો થયા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. તો સામે મનપાના પૂર્વ ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજાને વોર્ડ નં.૩માંથી રિપીટ કરવામાં આવ્યા છે તો પૂર્વ મેયર પ્રદીપ ડવને પણ રિપીટ કરાયા છે.
પ્રદેશ ભાજપ દ્વારા જે નવા નામોની જાહેરાત થઈ તેમાં અનેક નવા અને યુવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સાંસદ પરસોત્તમ રૂપાલાના અંગત સેક્રેટરી મનીષ ભટ્ટને પણ ટિકીટ મળી છે તો કહી શકાય કે વોર્ડ-૧માં યુવા એડવોકેટ અને સંઘ સાથે ગાઢ સબંધ ધરાવનાર પરેશ ઠાકરને પણ ભાજપે ટીકીટ આપી છે. જ્યારે વોર્ડ નં.૧ના પૂર્વ કોર્પોરેટર અલ્પેશભાઈ મોરજરીયાના પત્ની અંજનાબેનને પણ પક્ષે ટિકીટ આપી છે. જ્યારે વોર્ડ નં.રમાં મિનાબા અજયસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ભાજપે નિર્ધારિત માપદંડોથી ઉપર ઉંઠીને ટિકીટની વહેંચણી કરી હોય તેવું જણાઈ રહ્યું છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કિરણબેન માકડીયાને પણ ટિકીટ આપવામાં આવી છે. જેમની વયમર્યાદાને લઈને અગાઉ ચર્ચા થઈ હતી. કોંગ્રેસે વોર્ડ નં.૧૦માં જાણીતા ઉદ્યોગપતિ તથા બિલ્ડર ઘનશ્યામ હેરભાને પણ તક આપી છે તો વોર્ડ નં.૧૮માં સંજયસિંહ રાણા તથા ભારતીબેન પરસાણાને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે કહી શકાય કે દક્ષાબેન વાઘેલા તથા સંજય સાગઠીયાના નામો પર મંજુરીની મ્હોર પણ લગાવવામાં આવી છે.
આ વખતે અનેક યુવાઓને પણ તક અપાઈ છે. જેમાં યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન ઉપપ્રમુખ કિશન ટીલવાને પ્રદીપ ડવ સાથે વોર્ડ નં.૧૨માં ટિકીટ આપવામાં આવી છે. તેવી જ રીતે વોર્ડ નં.૧૩માં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને યુવા મોરચાના કાર્યકર્તા મોહિતસિંહ જાડેજાને પણ ટીકીટ આપવામાં આવી છે. વોર્ડ નં.૧૪માં કેતન પટેલને પણ ભાજપે રિપીટ કર્યા છે.
યુવાઓને તો તક આપવામાં આવી પરંતુ ઘણા જુના આગેવાનોના નામ પણ પક્ષે કાપ્યા છે. વોર્ડ નં.૭માં નેહલ શુકલને ટિકીટ આપવામાં આવી નથી અને તેમની જગ્યાએ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા શૈલેષભાઈ જાનીને તક આપવામાં આવેલી છે ત્યારે હાલ જે ઉમેદવારોના નામ નક્કી થયા છે તે અનુભવી અને યુવા નેતાઓનું મિશ્રણ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉભુ થયું છે. પૂર્વ કોર્પોરેટર નિતીન રામાણીની ટિકીટ કપાતા તેમના સમર્થકો શહેર ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો.
વોર્ડ નં. ૧ થી ૫ ના ઉમેદવારો
ર્ં રાજકોટઃ વોર્ડ નં. ૧ર્:ં અંજના અલ્પેશ મોરઝરીયા, શ્રીમતી સેજલબેન અમીતરાજ ચૌધરી, જયરાજસિંહ ગજુભા જાડેજા અને પરેશ ઠાકર. ર્ં ર્ંવોર્ડ નં. ૨ર્:ં શ્રીમતી દક્ષાબેન નીતીનકુમાર વાઘેલા, શ્રીમતી મીનાબા અજયસિંહ જાડેજા, ડો. શૈલેષ રવજીભાઇ વસાણી અને ધૈર્ય પારેખ. ર્ં ર્ંવોર્ડ નં. ૩ર્:ં શ્રીમતી અલ્પાબેન દિપકભાઇ દવે, શ્રીમતી હિનાબેન નવીનભાઈ બેલાણી, અજય હરેશભાઇ મજેઠીયા અને નરેન્દ્રસિંહ પળથ્વીસિંહ જાડેજા. ર્ં ર્ંવોર્ડ નં. ૪ર્:ં શ્રીમતી કંકુબેન કાનાભાઈ ઉધરેજા, શ્રીમતી રાજેશ્વરીબેન મહેશભાઇ માલવીયા, ભરતભાઇ જેસાભાઇ લીંબાસીયા અને કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા. વોર્ડ નં. ૫ર્:ં શ્રીમતી રસીલાબેન પ્રવિક્ભાઇ સાકરીયા, શ્રીમતી સ્મિતાબેન ગોહેલ, સંજયભાઇ અરૂણભાઇ ચાવડા અને દિલીપભાઇ લુણાગરીયા.
ર્ં ર્ંવોર્ડ નં. ૬ર્:ં શ્રીમતી ધર્મિષ્ઠાબેન નાનજીભાઇ પરમાર, શ્રીમતી પૂનમબેન મોરવાડીયા, અનિલભાઈ શરદકુમાર ચૌહાણ અને પરેશભાઇ રમેશભાઈ પીપળીયા.
ર્ં ર્ંવોર્ડ નં. ૭ર્:ં શ્રીમતી ખ્યાતિબેન કિરીટભાઇ ગોહેલ, શ્રીમતી વર્ષાબેન પાંઘી, દર્શન હરેશભાઇ પેગ્યાતર અને શૈલેષભાઇ જાની.
ર્ં ર્ંવોર્ડ નં. ૮ર્:ં શ્રીમતી કિરણબેન મહેશકુમાર માંકડિયા, શ્રીમતી રીટાબેન મનજીભાઇ સખીયા, પ્રવિણ ભીખુભાઇ સેગલીયા અને મનીષભાઇ ભટ્ટ.
ર્ં ર્ંવોર્ડ નં. ૯ર્:ં શ્રીમતી જાનકીબેન જીતુભાઇ કાટોળિયા, શ્રીમતી દક્ષાબેન ભરતભાઇ વસાણી, રાજુભાઇ વાલજીભાઇ અઘેરા અને જયસુખ મગનભાઇ કાથરોટિયા.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૦ર્:ં શ્રીમતી નીતાબેન કમલેશભાઇ લાલ, શ્રીમતી જ્યોત્સનાબેન ટીલાળા, ઘનશ્યામભાઇ હેરભા - આહીર અને અશ્વિનભાઇ પરસોત્તમભાઈ ભોરણીયા.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૧ર્:ં શ્રીમતી ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા, શ્રીમતી મીતલબેન ચેતનભાઇ લાઠીયા, રક્ષિત વસંતભાઇ કલોલા અને મહેશભાઇ લવજીભાઇ પીપરીયા.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૨ર્:ં શ્રીમતી કિરણબેન વસંતભાઇ હરસોડા, શ્રીમતી જયશ્રીબા દશરથસિંહ જાડેજા, પ્રદિપભાઇ ડવ અને કિશન જયસુખભાઇ ટીલવા.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૩ર્:ં શ્રીમતી માધવીબેન નીતિનભાઇ બદ્રકીયા, શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઇ સેલારા, પંકજભાઇ ધીરજલાલ લુણાગરીયા અને મોહિતસિંહ પળથ્વીસિંહ જાડેજા.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૪ર્:ં શ્રીમતી ચંદાબેન માણસુરભાઇ વાળા, શ્રીમતી અરૂણાબેન જયેશભાઇ આડેસરા, હિરેન ખીમાણી અને કેતન પટેલ.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૫ર્:ં શ્રીમતી હેતલબેન કેતનભાઇ કુમારખાણીયા, શ્રીમતી પુજાબેન અમરભાઇ સોલંકી, નીલેશ હેરભા અને મૌલિકભાઇ સંજયભાઇ પરમાર.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૬ર્:ં શ્રીમતી જયાબેન પ્રવિણભાઇ હુંબલ, શ્રીમતી રૂચિતાબેન નીલેશભાઇ જોષી, ઉમેશભાઇ માવજીભાઇ વાઘેલા અને રાજેશભાઇ ધીરૂભાઇ લીલા.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૭ર્:ં શ્રીમતી કીર્તિબા અનિરૂદ્ધસિંહ રાણા, શ્રીમતી રસીલાબેન હસમુખભાઇ વૈષ્ણવ, કૌશિક રમણીકભાઇ ટાંક અને ડો. રિંકલભાઇ ખોડીદાસભાઇ મેઘાણી.
ર્ં ર્ંવોર્ડ નં. ૧૮ર્:ં શ્રીમતી દક્ષાબેન નટુભાઇ વાઘેલા, શ્રીમતી ભારતીબેન શૈલેષભાઇ પરસાણા, સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા અને સંજયસિંહ ગુલાબસિંહ રાણા સહિતનો સમાવેશ થાય છે. (૪.૪)
ભાજપે રિપીટ કરેલા નેતાઓની યાદી
મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ પ્રદેશ ભાજપ દ્વારા ૭૨ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. જેમાં ૨૧ નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે તેમાં પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મીનાબા જાડેજા, અલ્પાબેન દવે, કંકુબેન ઉધરેજા, કાળુભાઈ કુગશીયા, રશીલાબેન સાકરીયા, દિલીપભાઈ લુણાગરીયા, પરેશભાઈ પીપળીયા, હિરેન ખીમાણીયા, વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી, જયોત્સનાબેન ટીલાળા, ભારતીબેન પાડલીયા, મિતલબેન લાઠીયા, સોનલબેન સેલાળા, કેતનભાઈ પટેલ, રૂચિતાબેન જોષી, કિર્તીબા રાણા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા અને સંજયસિંહ રાણાને રિપીટ કરાયા છે. (૪. ૪)
કયા કયા દિગ્ગજો કપાયા
રાજકોટઃ ગઇકાલે મોડી સાંજે ભાજપે ૧૮ વોર્ડના ૭ર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં પુર્વ મેયર નયનાબેન પેઢડીયા, પુર્વ સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નેહલ શુકલ, વિનુ ધવા, સુરેન્દ્રસિંહ વાળા, નીતીન રામાણી, જયાબેન ડાંગર, નિલેશ જલુ સહિતના અનેક દિગ્ગજ નેતાઓને ટીકીટ આપી નથી
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
