<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ચીન સૈન્ય અને આર્થિક બંને મામલામાં ભારતથી અનેકગણું શક્તિશાળી સચ્ચાઈની અણદેખી કરી શકાય નહીં:પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના નિવેદનને લઈને નવી ચર્ચા શરૂ:તેઓ પૂર્વ વિદેશ મંત્રી તથા કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદ સાથે વાતચીત કરતા દેખાય રહ્યા છે

ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે ભારત અને ચીનની વચ્ચે સરખામણી કરીએ તો ચીન સૈન્ય અને આર્થિક બંને મામલામાં ભારતથી અનેકગણું વધારે શક્તિશાળી છે. આ સચ્ચાઈની અણદેખી કરી શકાય નહીં. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શિદ સાથે વાતચીત કરતા આ વાત કહી છે. 

ભારતનું જો કોઈ સૌથી મોટું દુશ્મન છે તો તે ચીન જ છે. આપણી સૈન્ય શક્તિની સરખામણી પણ ચીનની સાથે જ કરવામાં આવે છે.

તેવામાં ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ એક નિવેદનને લઈને નવી ચર્ચા શરૂ કરી છે. તે મશહૂર વકીલ અને ભારતના પૂર્વ વિદેશ મંત્રી તથા કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદ સાથે વાતચીત કરતા દેખાય રહ્યા છે. આ વાતચીતમાં હામિદ અંસારી કહે છે કે ચીનની અણદેખી કરી શકાય નહીં. તે ભારતથી અનેકગણું વધારે શક્તિશાળી છે, પછી ચાહે વાત સેનાની હોય અથવા તો પછી આર્થિક ક્ષેત્રની. આપણે વાસ્તવિકતાઓની અણદેખી કરી શકીએ નહીં.

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યુ છે કે ચીન સૈન્ય અને આર્થિક બંને દ્રષ્ટિઓથી ભારતથી અનેક ગણું વધારે શક્તિશાળી છે. ભૂ-રાજકીય વાસ્તવિકતાઓની અણદેખી કરી શકાય નહીં.

હામિદ અંસારીએ કહ્યુ છે કે ચીન આપણું પાડોશી છે અને મોટો પાડોશી દેશ છે તથા તેને કમતર આંકવો જોઈએ નહીં. ચીન માત્ર ભૂભાગમાં જ નહીં, પણ વસ્તીની દ્રષ્ટિએ પણ ઘણો મોટો દેશ છે. તે વિકસિત પણ છે. તે આપણાથી અનેક ગણો શક્તિશાળી છે. જ્યારે આપણે ચીનની વાત કરીએ છીએ, તો આપણે કોઈ નવો જ માર્ગ શોધવો પડશે.

ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ઘણાં ઉતાર-ચઢાવ 1949થી જ ચાલુ છે. તિબેટ  પર ચીનના કબજા સાથે નવો માર્ગ શોધવાની કોશિશ થઈ અને હિંદી-ચીની ભાઈભાઈનો માર્ગ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શોધ્યો હતો. પણ 1962માં ભારતની પીઠમાં ખંજર ભોંકીને ચીને ભારતનો અક્સાઈ ચીનનો ભાગ કબજે કરી લીધો હતો. તેના પછી પણ ચીને સતત ભારતીય સરહદો પર દબાણ ચાલુ રાખ્યું. ભારત અને ચીન વચ્ચેની સરહદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે અને તેના પર ગલવાન ઘાટીમાં 2020માં ઘર્ષણ થયું હતું અને તેના પછી બંને દેશો વચ્ચેનો તણાવ વધ્યો હતો.

સલમાન ખુર્શિદ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ છે. જાણીતા લેખક હોવાની સાથેસાથે તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ છે. વિદેશ મંત્રાલયમાં સલમાન ખુર્શિદ કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે 2009માં ફર્રુખાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી.સલમાન ખુર્શિદ આ વિસ્તારના જ વતની છે. ખુર્શિદે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1981માં ઈન્દિરા ગાંધીના પ્રધાનમંત્રીત્વકાળમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) માં ઓફિસર ઓન સ્પેશયલ ડ્યૂટી તરીકે કરી હતી.

ચીન ભારત કરતા અનેકગણું વધારે શક્તિશાળી હોઈ શકે છે. આ સચ્ચાઈને ભારત અને ભારતના લોકો સ્વીકારે છે. પણ સ્વાભિમાની દેશના સ્વાભિમાની લોકો તરીકે 1962ની જેમ ચીન સામે સરન્ડર વૃત્તિથી હાલના ભારતના લોકો પીડાતા નથી. 1962માં પણ ભારતનું રાજકીય નેતૃત્વ ચીન સામે સરન્ડર વૃત્તિનો ભોગ બન્યું હતું. ભારતની સેના અને લોકો તો લડી રહ્યા હતા અને બલિદાનો આપી રહ્યા હતા. યુદ્ધ એ યુદ્ધ હોય છે. નહીંતર યુક્રેન પોતાનાથી અનેકગણા શક્તિશાળી રશિયા સામે ચાર વર્ષથી લડી રહ્યું ન હોત. હાલમાં ઈરાન પોતાના કરતા અનેકગણા વધારે શક્તિશાળી અમેરિકા સામે પણ બાથ ભીડી ચુક્યું છે. આના પહેલા અફઘાનિસ્તાનના તાલિબાનો પણ અમેરિકા-નાટો સેનાઓ સામે લડી ચુક્યા છે. વિયતનામ પણ પોતાનાથી અનેકગણા શક્તિશાળી અમેરિકા સાથે લડીને જીતી ચુક્યું છે. ત્યારે ભારતને ચીનનો ડર બતાવીને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શું કહેવા માંગે છે, તેની બિટવિન ધ લાઈન્સ ઘણી ખતરનાક છે. ભારતના લોકો સ્વાભિમાની પણ છે અને સમજું પણ છે. આવા કોઈ ડરને તાબે થવાના નથી અને દેશના સ્વાભિમાન માટે કોઈપણ બલિદાન આપવા માટે હંમેશા તત્પર જ રહેવાના છે. 

(1:52 PM IST)