<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ને લઈને મોટો ચુકાદો આપ્યો : લાખો પેનશનધારકોને મળશે લાભ

રાજ્ય સરકારો પેન્શનધારકોની મોંઘવારી રાહત (DR) નો દર કર્મચારીઓના DA થી ઓછો ન રાખી શકે: મોંઘવારી દરેક વર્ગને સમાન અસર કરતી હોવાથી ભથ્થામાં તફાવત રાખવો એ બંધારણની કલમ-14નું ઉલ્લંઘન

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ને લઈને એક મોટો ચુકાદો આપ્યો છે. તેનો લાભ પેન્શનધારકોને મળશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની ખંડપીઠે કેરળ સરકાર વિરુદ્ધ એમ. વિજયકુમારના મામલામાં સ્પષ્ટ કર્યું છેકે રાજ્ય સરકાર પેન્શનધારકોને આપવામાં આવતી મોંઘવારી રાહતનો દર કાર્યરત કર્મચારીઓના મોંઘવારી ભથ્થાથી ઓછો રાખી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાર્યરત કર્મચારીઓને 14 ટકા અને પેન્શનધારકોને માત્ર 11 ટકા વધારો આપવો અનુચ્છેદ-14નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેનો ઉદેશ્ય એક જ છે. વધતી કિંમતો અને જીવનયાપનની લાગતથી નિપટવામાં મદદ કરવી

સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું કે આનાથી કોઈ વિવાદ નથી કે મોંઘવારી સેવારત અને સેવાનિવૃત્ત બંને કર્મચારીઓને સમાનપણે પ્રભાવિત કરે છે. માટે ડીએ (DA) અને ડીઆર (DR) ના વૃદ્ધિદરમાં અંતર કરવું કોઈ તર્કસંગત આધાર નથી.

સુપ્રીમ કોર્ટે માન્યું કે જો કે કર્મચારી અને પેન્શધારકો બે જુદાજુદા વર્ગ હોઈ શકે છે, પરંતુ જ્યારે વાત મોંઘવારીના પ્રભાવની આવે છે, તો આ વર્ગીકરણ અપ્રાસંગિક બની જાય છે.

મહત્ત્વપૂર્ણ છે કે કેરળ રાજ્ય પરિવહન નિગમ (KSRTC) એ તર્ક આપ્યો હતો કે તેની નાણાંકીય સ્થિતિ ખરાબ છે, માટે તેમણે પેન્શનધારકોને ઓછો વધારો આપવાનો સચેત નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાણાંકીય મુશ્કેલીઓ લાભોની ચુકવણીમાં વિલંબનું કારણ હોઈ શકે છે, પરંતુ તે બે સમાનપણે પ્રભાવિત સમૂહોની વચ્ચે ઓછો ફાયદો આપવાનું ઔચિત્ય બની શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટની ખંડપીઠના એ નિર્ણયને યથાવત રાખ્યો, જેમાં પેન્શનધારકોના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની અપીલ ફગાવીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે લોક કલ્યાણકારી રાજ્યમાં સેવાનિવૃત્ત લોકોના હિતોની અણદેખી કરી શકાય નહીં.

આ નિર્ણય દેશભરના લાખો સરકારી પેન્શનધારકો માટે એક સુરક્ષા કવચની જેમ છે.

હવે કોઈપણ રાજ્ય સરકાર વેતન સંશોધન અથવા મોંઘવારી ભથ્થાની ઘોષણા કરતી વખતે પેન્સનધારકોની સાથે ભેદભાવ કરવાથી ડરશે.

(2:03 PM IST)