<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ઈરાન અત્યારે માત્ર વાતચીતની શક્યતાઓને કારણે જ જીવતા છે બાકી તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નથી: ટ્રમ્પની ફરી ધમકી

ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝિટ શુલ્ક વસૂલવાની મંજૂરી આપવાની સંભાવનાને ફગાવી:તેમણે કહ્યુ છે કે નહીં, અમે આની મંજૂરી આપીશું નહીં. .

અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યુ છે કે વોશિંગ્ટન, ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા જહાજો પર ટોલ લગાવવાની મંજૂરી આપી નથી.

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે રવાના થતાં પહેલા ટ્રમ્પે આ ક્ષેત્રમાંથી કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝિટ શુલ્ક વસૂલવાની મંજૂરી આપવાની સંભાવનાને ફગાવી છે. તેમણે કહ્યુ છે કે નહીં, અમે આની મંજૂરી આપીશું નહીં. આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર છે. જો તે આવું કરી રહ્યા છે, તો અમે આવું નહીં કરવા દઈએ.

ટ્રમ્પની આ ટીપ્પણી ત્યારે આવી છે કે જ્યારે તેમણે તેહરાનના આ કથિત પ્રસ્તાવની આકરી ટીકા કરી છે, જેમાં હોર્મુઝથી પસાર થનારા જહાજો પર ટ્રાન્ઝિટ શુલ્ક લગાવવાની વાત કહેવામાં આવી હતી. ટ્રુથ સોશયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ઈરાનની આ કોશિશોની ટીકા કરી છે કે તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ પોતાની સોદાબાજી કરવા માટે કરવા માંગે છે. તેમણે કહ્યુ કે અમેરિકા (US) એ ખુદને માત્ર એટલા માટે સંયમિત રાખ્યું છે, જેથી વાતચીત માટે અવકાશ બનેલો રહે.

ટ્રમ્પે પોસ્ટમાં એ લખ્યું હતું કે એવું લાગે છે કે ઈરાનીઓને એ અહેસાસ નથી કે તેમની પાસે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરીને દુનિયાથી થોડા સમય માટે જબરદસ્તી વસૂલી કરવા સિવાય કોઈ અન્ય દાંવ બચ્યો નથી. આજે તે જે એકમાત્ર કારણે જીવતું છે, તે છે વાતચીત કરવી!

એક અલગ પોસ્ટમાં તેમણે ઈરાનની સંચાર રણનીતિ પર પણ નિશાન સાધતા કહ્યુ છે કે ઈરાની લોકો નકલી ખબરોવાળા મીડિયા અને જનસંપર્કને સંભાળવામાં, લડાઈ લડવાની સરખામણીએ વધુ માહેર છે.

(2:10 PM IST)