<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

મોજતબા ખામેનેઈએ ચહેરો અને પગ ગુમાવ્‍યાના ચોંકાવનારા અહેવાલ

શું પડદા પાછળથી ચાલતું શાસન ઈરાનને બચાવી શકશે?

તેહરાન, તા.૧૧: ઈરાનના સિંહાસન પર બેસતાની સાથે જ મોજતબા ખામેનેઈ વિશ્વભરની ગુપ્તચર એજન્‍સીઓ માટે એક વણઉકેલ્‍યું કોયડો બની ગયા છે. ૨૮ ફેબ્રુઆરીના તે વિનાશક હવાઈ હુમલાએ માત્ર તેમના પિતા આયતુલ્લા અલી ખામેનેઈનો જીવ જ નથી લીધો, પરંતુ મોજતબાના શરીર પર પણ કાયમી અને કદરૂપા જખમ છોડ્‍યા છે. રોયટર્સના અહેવાલો મુજબ, આ હુમલામાં મોજતબાએ પોતાનો એક પગ ગુમાવ્‍યો છે અને તેમનો ચહેરો એટલો વિકળત થઈ ગયો છે કે તેઓ કેમેરાની સામે આવવાની હિંમત કરી શકતા નથી. ઈરાની મીડિયા દ્વારા તેમને જાંબાઝ (બહાદુર યોદ્ધા) કહીને સંબોધવામાં આવતા, તેમની ગંભીર શારીરિક ઈજાઓ પર જાણે સત્તાવાર મહોર મારી દેવામાં આવી છે.

૮ માર્ચના રોજ સર્વોચ્‍ચ નેતા બન્‍યા હોવા છતાં, આજદિન સુધી ઈરાનની જનતાએ તેમના નવા નેતાની એક પણ ઝલક જોઈ નથી. જે લોકશાહી કે શાસન વ્‍યવસ્‍થામાં નેતાનો ચહેરો જ દેખાતો ન હોય, ત્‍યાં અફવાઓનું બજાર ગરમ હોય તે સ્‍વાભાવિક છે. સૂત્રો કહે છે કે મોજતબા હાલમાં માત્ર ઓડિયો લિંક દ્વારા ઉચ્‍ચ સ્‍તરીય બેઠકોનું સંચાલન કરી રહ્યા છે. ઈસ્‍લામાબાદમાં અમેરિકા સાથે થનારી અત્‍યંત નાજુક શાંતિ વાર્તાના દોરીસંચાર તેઓ સુરક્ષિત બંકરોમાંથી કરી રહ્યા છે.

(3:22 PM IST)