હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના યુગનો અંત: ઇલેક્ટ્રિક વાહનો માટે સરકારે બિછાવ્યું લાલ જાજમ
પ્રદૂષણ મુક્ત રાજધાની બનાવવા માટે દિલ્હી સરકારની 'EV નીતિ 2026-2030' હેઠળ સબસિડીનો ધરખમ વધારો અને જૂના વાહનો પર પ્રતિબંધની ક્રાંતિકારી યોજના

નવી દિલ્હી: દિલ્હીની હવાને શુદ્ધ કરવા અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ સામે રક્ષણ મેળવવા મુખ્યમંત્રીની સરકારે એક સાહસિક કદમ ઉઠાવ્યું છે. નવી 'ઇવી નીતિ 2026-2030' મુજબ, દિલ્હીમાં હવે પેટ્રોલ અને ડીઝલ વાહનોના દિવસો ગણાયેલા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2027 થી તમામ નવા થ્રી-વ્હીલર અને 2028 થી તમામ નવા ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન માત્ર ઇલેક્ટ્રિક મોડલમાં જ થશે. આટલું જ નહીં, 2030 સુધીમાં શહેરની 30% સ્કૂલ બસોને પણ ફરજિયાતપણે ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક પરિવર્તન લાવશે.
આ નીતિ માત્ર પ્રતિબંધો પૂરતી સીમિત નથી, પરંતુ જનતાને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સરકારે સબસિડીનો ધોધ વહાવ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારાઓને બેટરી ક્ષમતા મુજબ પ્રથમ વર્ષે પ્રતિ kWh ₹10,000 ની રાહત મળશે, જ્યારે થ્રી-વ્હીલર અને માલસામાનના વાહનો પર ₹1 લાખ સુધીના પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. મધ્યમ વર્ગ માટે સૌથી મોટા સમાચાર એ છે કે ₹30 લાખ સુધીની ઇલેક્ટ્રિક કાર પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે, જેનાથી નવી ગાડી ખરીદવી હવે ખિસ્સા પર ભારે નહીં પડે.
જૂના વાહનોથી છુટકારો મેળવવા માંગતા લોકો માટે 'સ્ક્રેપિંગ પોલિસી' ગેમ-ચેન્જર સાબિત થશે. જો તમે તમારું જૂનું પેટ્રોલ કે ડીઝલ વાહન ભંગારમાં આપો છો, તો નવી ઇલેક્ટ્રિક કાર પર ₹1 લાખ સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઈરાન-યુએસ તણાવ અને ક્રૂડ ઓઇલની અનિશ્ચિતતા વચ્ચે ભારતને આત્મનિર્ભર બનાવવા તરફનું આ દિલ્હીનું મોડેલ હવે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનશે. પ્રદૂષણના ધુમાડા છોડતી ગાડીઓને વિદાય આપી હવે દિલ્હી 'ગ્રીન અને ક્લીન' સવારી તરફ ઝડપથી ડગ માંડી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
